રાજ કુન્દ્રાની મુશ્કેલીમાં વધારો, 27 જુલાઈ સુધી રહેશે પોલીસ કસ્ટડીમાં

|

Jul 23, 2021 | 3:01 PM

રાજ કુન્દ્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. હજુ પણ તેને જેલમાં રહેવું પડશે.

રાજ કુન્દ્રાની મુશ્કેલીમાં વધારો, 27 જુલાઈ સુધી રહેશે પોલીસ કસ્ટડીમાં
Raj Kundra

Follow us on

પોર્નોગ્રાફી મામલે રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઓછી થતી નથી. કોર્ટે રાજની કસ્ટડીમાં 27 જુલાઇ સુધીનો વધારો કર્યો છે. મુંબઈ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તેમને શંકા છે કે પોર્નોગ્રાફી દ્વારા કમાયેલા પૈસાનો ઉપયોગ ઓનલાઈન સટ્ટાબાજી માટે કરવામાં આવ્યો હતો. આ કારણોસર રાજ કુંદ્રાના યસ બેંક ખાતા અને યુનાઇટેડ બેંક ખાતાની તપાસ થવી જોઈએ.

જણાવી દઈએ કે રાજને પોર્નોગ્રાફી મામલે સોમવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે 23 જુલાઈ સુધી કોર્ટે રાજને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ પણ આપ્યો હતો. રાજની સાથે તેના સાથી રાયન થોર્પ સાથે પોલીસ કસ્ટડીમાં પણ મોકલ્યો હતો.

ક્રાઇમ બ્રાંચે રાજના ઘરે દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન ઘરેથી સર્વર અને 90 વીડિયો મળી આવ્યા હતા જે હોટશોટ એપ માટે બનાવવામાં આવ્યા હતા. રાજને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ અન્ય ઓટીટી પ્લેટફોર્મની જેમ જ બોલ્ડ કન્ટેન્ટ બનાવતા હતા, પરંતુ આ બધુ એડલ્ટ વીડિયો વિશે કરવામાં આવ્યું નથી. રાજ પર આ અશ્લીલ કન્ટેન્ટ બનાવવા માટે જ નહીં, પણ તેમને કામ કરાવવાના બહાને લોકો એડલ્ટ વિડીયો બનાવવાનો પણ આરોપ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાજની ધરપકડ બાદ ખબર પડી કે તે પણ પોતાના કામને લઈને ભવિષ્યની યોજના ઉપર પણ કામ કરી રહ્યો છે. રાજ એડલ્ટ કન્ટેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાની યોજનામાં હતું અને તે આ કામને બોલિવૂડ જેટલું મોટું બનાવવા માગતો હતો. આ બધી બાબતો સામે આવ્યા બાદ બધા ચોંકી ઉઠ્યા છે.

 

Published On - 1:59 pm, Fri, 23 July 21

Next Article