સપનાના વાવેતર ખાનગી PPT માં! 3 વર્ષમાં આટલા અબજ કમાણી કરવાનો હતો કુંદ્રાનો પ્લાન, જાણો

રાજ કુંદ્રાને લઈને દરરરોજ મોટા ઘટસ્ફોટ થતા રહે છે. આજે ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં તેના આગામી ત્રણ વર્ષના પ્લાન વિશે મોટો ખુલાસો થયો છે.

સપનાના વાવેતર ખાનગી PPT માં! 3 વર્ષમાં આટલા અબજ કમાણી કરવાનો હતો કુંદ્રાનો પ્લાન, જાણો
Raj Kundra's plan was to make so much money in the next 3 years through dirty films
| Edited By: | Updated on: Jul 27, 2021 | 12:22 PM

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra case) એક બાદ એક મોટા ખુલાસા આવતા જાય છે. હાવે એક સમાચાર સંસ્થાના અહેવાલે મોટો ધડાકો કર્યો છે. અહેવાલમાં જણાવ્યું છે કે ખાનગી મીડિયા કંપનીને કુંદ્રાની એક PPT ફાઈલ હાથ લાગી છે. જેમાંથી સોફ્ટ પોર્નથી કુંદ્રાની કમાણીનો ખુલાસો થયો છે. આ ફાઈલમાં આગામી 3 વર્ષો સુધી થનારી કમાણીનો અંદાજો પણ લગાવવામાં આવ્યો છે. તેમના પ્લાનિંગ અનુસાર જો બધું બરાબર ચાલતું તો તેની આવક 146 કરોડ સુધી પહોંચી જાત.

અહેવાલ અનુસાર મુંબઈ ક્રાઈમ બ્રાંચ પાસે હાજર આ PPT માં આગામી ત્રણ વર્ષ એટલે કે વર્ષ 2021-22, 2022-23 અને 2023-24 માં થનારી કમાણીની ગણતરી છે. આમાં Plan B એટલે કે Bolly Fame નામની એપથી થનારી આવકનો અંદાજો લગાવવામાં આવ્યો છે. આ પ્રેઝન્ટેશનના હિસાબે રાજ કુંદ્રાની અન્ય એક એપ BollyFame થી ચાલુ વર્ષે એટલે કે 2021-22 માં 36,50,00,000 રૂપિયાની આવત થવાની હતી. જેમાંથી ચોક્ખો નફો 4,76,85,000 રૂપિયાનો હોવાની ગણતરી કરવામાં અવી હતી.

જાણો આગામી ત્રણ વર્ષનો પ્લાન

આ ગણતરી મુજબ જોવામાં આવે તો આગામી વર્ષ એટલે કે 2022-23માં આવક 73,00,00,000 થવાનો અંદાજો લગાવેલો છે. તેથી પણ આગળના વર્ષે આ આવક વધારીને 1,46,00,00,000 સુધી લઇ જવાનો કુંદ્રા એન્ડ કંપનીનો પ્લાન હતો. એટલું જ નહીં અહેવાલ પ્રમાણે આ થકી વર્ષ 2023- 24 માં નફો 30,42,01,400 રૂપિયા મેળવવાના સપના પણ આ PPT માં દર્શાવવામાં આવ્યા છે.

શું શું હતું આ PPT માં?

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં સુત્રોના હવાલેથી કહ્યું છે કે આ PPTના અન્ય પેજમાં BollyFame થી જોડાયેલી આવકના આંકડા રૂપિયામાં નહીં પરંતુ પાઉન્ડમાં લખેલા છે. જાહેર છે કે કુંદ્રાનો સંબંધી અને આ સમગ્ર લિંક સાથે જોડાયેલો પ્રદીપ બક્ષી બ્રિટનમાં રહે છે. તેથી ત્યાની કરન્સી અનુસાર ગણતરી કરી હોઈ શકે.

આ ફાઈલમાં ખર્ચાની પણ ગણતરી કરવામાં આવી છે. અહેવાલ અનુસાર 2021-22 માં 3 કરોડ, આગામી વર્ષ 2022-23 માં 3.6 કરોડ રૂપિયા અને તેથી પણ આગળના વર્ષે 4.32 કરોડનો ખર્ચ કરવાનો આ કંપનીનો પ્લાન હતો.

ક્યાંથી મળ્યા આ ડોક્યુમેન્ટ્સ

મુંબઈ ક્રાઈમ બ્રાંચે (Mumbai Crime Branch) ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રાના ખાસ ઉમસ કામતની ધરપકડ કરી હતી. આ ડોક્યુમેન્ટ્સ એ સમયે મળ્યા હોવાના અહેવાલ છે. જાણકારી અનુસાર હાલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ વધુ તપાસમાં જોડાયેલા છે. વધુ માહિતી બાદ જ આગળનું દ્રશ્ય ક્લીયર થવાની સંભાવના છે.

 

આ પણ વાંચો: Viral Video: કિયારા અડવાણી સાથે ઘટી એવી ઘટના કે ફેન્સ બોલ્યા, ‘ધોનીનો બદલો લેવાઈ ગયો’

આ પણ વાંચો: Birthday Special: એન્જિનિયરિંગ છોડીને અભિનેત્રી બનેલી કૃતિ સેનનની પાંચ બેસ્ટ ફિલ્મો