Raj Kundra Case: શર્લિન ચોપરા અને પૂનમ પાંડેને હાઈકોર્ટે આપી મોટી રાહત, જાણો શું આપ્યા નિર્દેશ

|

Jul 27, 2021 | 1:30 PM

રાજ કુંદ્રા કેસમાં શર્લિન ચોપરાને પૂછપરછ માટે સમન અપાયું હતું. પૂછપરછ પૂર્વે જ તેણે બોમ્બે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

Raj Kundra Case: શર્લિન ચોપરા અને પૂનમ પાંડેને હાઈકોર્ટે આપી મોટી રાહત, જાણો શું આપ્યા નિર્દેશ
Poonam Pandey and Sherlyn Chopra

Follow us on

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra) અભિનેત્રી શર્લિન ચોપડા (Sherlyn Chopra) અને પૂનમ પાંડેને (Poonam Pandey) બોમ્બે હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. બંનેને આગોતરા જામીન મળી ગયા છે. આ સાથે કોર્ટે મુંબઈ પોલીસને 20 સપ્ટેમ્બર સુધી કોઇ જબરદસ્ત કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે શર્લિન ચોપરાને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. શર્લિનને આજે પૂછપરછ માટે હાજર થવાનું હતું.

અહેવાલો અનુસાર શર્લિનને સવારે 11 વાગ્યે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. શર્લિન ચોપરાએ છેલ્લા કેટલાક દિવસોમાં રાજ કુંદ્રા કેસમાં ઘણાં ખુલાસા કર્યા છે. તેમણે રાજ કુંદ્રાની એક કંપની વિશે જણાવ્યું જે મોડલ્સ માટે એપ્સ બનાવે છે. તેમણે વિડીયો શેર કરીને આ કંપની વિશે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર સાયબર સેલમાં પોતાનું નિવેદન આપ્યું

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

શર્લિન ચોપરાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે તેણે મહારાષ્ટ્ર સાયબર સેલમાં પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે નિવેદન રેકોર્ડ કરનાર હું પહેલી જ હતી. તેણે એમ પણ કહ્યું હતું કે હું સાયબર સેલે બોલાવ્યા બાદ ગાયબ થઇ નથી, ના શહેર છોડીને ભાગી છું. તમે મારા નિવેદનની વિગતો મેળવવા માટે સાયબર સેલનો સંપર્ક કરી શકો છો.

પૂનમ પાંડેના ખુલાસા

પૂનમ પાંડેએ પણ રાજ કુન્દ્રા કેસમાં અનેક ઘટસ્ફોટ કર્યા છે. તેણે કહ્યું હતું કે તેમને કરાર પર સહી કરવાની ફરજ પાડવામાં આવી હતી. જ્યારે તેણે આવું કરવાની ના પાડી ત્યારે તેની અંગત વસ્તુઓ લીક કરવાની ધમકી આપવામાં આવી હતી.

રાજ કુંદ્રાને આપ્યો ઝટકો

કોટે આજે 27 જુલાઈની સુનાવણીમાં કુંદ્રાને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં કુંદ્રાને મોકલ્યો છે. કુંદ્રાના વકીલે જામીન માટે અરજી કરી હતી. જામીન અરજી પર સુનાવણી આવતીકાલે એટલે કે 28 જુલાઈએ કિલા કોર્ટમાં હાથ ધરવામાં આવશે. જોકે માહિતી પ્રમાણે પોલીસે રાજ કુંદ્રા માટે 7 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે આ વિનંતી સ્વીકારી નથી. અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.

 

આ પણ વાંચો: સપનાના વાવેતર ખાનગી PPT માં! 3 વર્ષમાં આટલા અબજ કમાણી કરવાનો હતો કુંદ્રાનો પ્લાન, જાણો

આ પણ વાંચો: Viral Video: કિયારા અડવાણી સાથે ઘટી એવી ઘટના કે ફેન્સ બોલ્યા, ‘ધોનીનો બદલો લેવાઈ ગયો’

Published On - 12:47 pm, Tue, 27 July 21

Next Article