Rahul Vaidya Net Worth: કરોડોની સંપત્તિના માલિક છે રાહુલ વૈદ્ય, એકથી એક લક્ઝરી વાહનો છે સિંગર પાસે

રાહુલ વૈદ્ય એક પ્રતિભાશાળી ગાયક છે. તેમના ગીતો ખૂબ જ પસંદ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તે કમાણીમાં પણ ઘણા ગાયકો સાથે સ્પર્ધા કરે છે. આજે રાહુલના જન્મદિવસ પર, અમે તેમની નેટવર્થ વિશે જણાવીએ છીએ.

Rahul Vaidya Net Worth: કરોડોની સંપત્તિના માલિક છે રાહુલ વૈદ્ય, એકથી એક લક્ઝરી વાહનો છે સિંગર પાસે
Rahul Vaidya
| Edited By: | Updated on: Sep 23, 2021 | 8:12 PM

રાહુલ વૈદ્ય (Rahul Vaidya) પ્રતિભાશાળી ગાયકોમાંના એક છે. રાહુલની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે અને આ જ કારણ છે કે તેમના ચાહકો તેમને દરેક શોમાં ખૂબ સપોર્ટ કરે છે. રાહુલે ઈન્ડિયન આઈડલ (Indian Idol) ની પ્રથમ સીઝનમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. ભલે રાહુલ આ શો જીતી ન શક્યા હોય, પરંતુ તેમને ઘણી લોકપ્રિયતા મળી. આ પછી રાહુલે પોતાના આલ્બમ્સ બહાર કાઢવાનું શરૂ કર્યું.

 

રાહુલના ગીતો ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમના કોન્સર્ટમાં પણ ચાહકોની ભીડ લાગે છે અને આ જ કારણ છે કે રાહુલ સૌથી વધુ કમાણી કરનારા ગાયકોમાંના એક છે. આજે, રાહુલના જન્મદિવસે અમે તમને ગાયકની નેટવર્થ, ફી, ઘર અને વાહનો વિશે જણાવીએ.

 

કેટલી છે નેટવર્થ?

એક અહેવાલ મુજબ રાહુલની નેટવર્થ 3 કરોડ સુધીની છે. તેઓ રિયાલિટી શો માટે 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તે મ્યુઝિક કોન્સર્ટ અને મ્યુઝિક આલ્બમ માટે પણ ઘણો ચાર્જ કરે છે.

ઘર

રાહુલની પાસે મુંબઈના અંધેરી વિસ્તારમાં એક વૈભવી એપાર્ટમેન્ટ છે, જેમાં તે તેમની માતા અને હવે પત્ની દિશા પરમાર સાથે રહે છે. આ સિવાય રાહુલનું નાગપુરમાં પણ ઘર છે.

કાર

રાહુલ પાસે ઘણા વૈભવી વાહનો છે, જેમાં ઓડી, રેન્જ રોવર અને મર્સિડીઝ જેવી મોટી લગ્ઝરી બ્રાન્ડ્સની કારનો સમાવેશ થાય છે.

 

બિગ બોસ પછી બદલાયું નસીબ

તમને જણાવી દઈએ કે રાહુલ બિગ બોસ 14માં સ્પર્ધક તરીકે આવ્યા હતા. રાહુલને શોમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ભલે રૂબીના દિલકે શો જીતી લીધો હોય પણ રાહુલે દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ શો બાદ રાહુલની ફેન ફોલોઈંગ ઝડપથી વધી ગઈ. હાલમાં રાહુલ ખતરોં કે ખિલાડી 11માં જોવા મળી રહ્યા છે. રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરાયેલા આ શોમાં રાહુલ ખતરનાક સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે.

 

દિશા સાથે કરી રહ્યા છે જન્મદિવસની ઉજવણી

દિશા અને રાહુલે આ વર્ષે જુલાઈમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રાહુલનો આ પહેલો જન્મદિવસ છે અને આ જ કારણ છે કે બંને આ ઉજવણી માટે માલદીવ ગયા છે. લગ્ન બાદ બંને કામની પ્રતિબદ્ધતાને કારણે ફરવા પણ ન જઈ શક્યા. માલદીવ પહોંચ્યા બાદ બંને ત્યાંથી ફોટા શેર કરી રહ્યા છે.

 

દિશાનો સ્વીટ બર્થડે મેસેજ

દિશાએ રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરવા સાથે દિશાએ લખ્યું, ‘હેપ્પી બર્થડે ટૂ લવ ઓફ માઈ લાઈફ. તમને મેળવીને હું ખૂબ જ ખુશ છું.’

 

 

આ પણ વાંચો :- India’s Best Dancer 2 :આ સિઝનમાં મલાઈકા અરોરા પસંદ કરશે ‘બેસ્ટ કા નેક્સ્ટ’ ડાન્સર, સુપર ડાન્સર ચેપ્ટર 4 ને કરશે રિપ્લેસ

 

આ પણ વાંચો :- શિલ્પા શેટ્ટી સાથે કરણ જોહર હોસ્ટ કરશે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’, નહીં જોવા મળે મલાઈકા અરોરા