‘શિદ્દત’માં Radhika Madan ભજવશે ગર્લફ્રેન્ડની ભૂમિકા, જાણો બીજું શું હશે ખાસ

|

Sep 23, 2021 | 11:26 PM

બોલિવૂડની સુંદર અભિનેત્રી રાધિકા મદાન (Radhika Madan) હાલમાં તેની આગામી રિલીઝ માટે તૈયાર ફિલ્મ 'શિદ્દત' (Shiddat)ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેત્રીનું પાત્ર સંપૂર્ણપણે નવું બનવા જઈ રહ્યું છે.

શિદ્દતમાં Radhika Madan ભજવશે ગર્લફ્રેન્ડની ભૂમિકા, જાણો બીજું શું હશે ખાસ
Radhika Madan

Follow us on

બોલિવૂડની સુંદર અભિનેત્રી રાધિકા મદાન (Radhika Madan) આજકાલ પોતાની ફિલ્મ ‘શિદ્દત’ (Shiddat)ને લઈને ચર્ચામાં છે. જ્યાં અભિનેત્રી આ ફિલ્મમાં પ્રથમ વખત પ્રેમિકાના રોલમાં જોવા મળશે. જ્યાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખૂબ પસંદ આવ્યું છે. અભિનેત્રીના ચાહકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. કારણ કે આ ફિલ્મમાં આપણે અભિનેત્રીની એકદમ અલગ શૈલી જોવા જઈ રહ્યા છીએ.

 

આ પહેલી વખત છે જ્યારે અભિનેત્રી એક જુસ્સાદાર, રોમેન્ટિક લવ સ્ટોરીમાં શહેરી, ગ્લૈમરસ છોકરીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સની કૌશલને જોવા જઈ રહ્યા છીએ. વિક્કી કૌશલનો ભાઈ સની માટે મોટી ફિલ્મ સાબિત થવા જઈ રહી છે. જેના કારણે દરેકની નજર આ ફિલ્મ પર છે. આ જોડીની દેશી કેમિસ્ટ્રી જોવા માટે દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહિત છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

અપરંપરાગત પાત્રો પસંદ કરીને રાધિકા મદાને વિવિધ પ્રદર્શનોમાં પોતાની બહુમુખી પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. એક આધેડ મહિલાની ભૂમિકા ભજવવાથી લઈને કોલેજની વિદ્યાર્થી સુધી, રાધિકાએ પટાખા, મર્દ કો દર્દ નહીં હોતા અને અંગ્રેજી મીડિયમમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે, જેના કારણે આ ફિલ્મ તેમના માટે એક અલગ પાત્ર વાળી ફિલ્મ હોવાની છે. અભિનેત્રી હંમેશા પોતાના પાત્રને લઈને ઘણી ચર્ચામાં રહે છે. જેના કારણે ‘શિદ્દત’ મોટી ફિલ્મ સાબિત થઈ શકે છે.

 

 

એટલું જ નહીં તેમની તાજેતરના ડિજિટલ રિલીઝ, સ્પોટલાઈટ અને સેવ ધ ડેટ, જે નેટફ્લિક્સના એન્થોલોઝીનો એક ભાગ હતી, આમાં અભિનેત્રીને સંપૂર્ણપણે વિવિધ શૈલીઓ અને પાત્રોમાં દર્શાવવામાં આવી છે. દર્શકોએ પણ આ શ્રેણીમાં અભિનેત્રીનું કામ પણ ખૂબ પસંદ કર્યું છે. જ્યાં હવે શિદ્દત સાથે રાધિકા મદાન એક રોમેન્ટિક નાયિકાનું પાત્ર ભજવીને એક ભાવુક પ્રેમકથામાં ઉજાગર કરીને બોલિવૂડમાં નવા અવતારને સ્વીકારતી જોવા મળશે.

 

જ્યાં આજે ફિલ્મ ‘શિદ્દત’નું’ બરબાદિયાં ‘ (Barbaadiyan) ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં રાધિકા મદાન અને સની કૌશલની કેમેસ્ટ્રી ખુબ સારી બની રહી છે. ફિલ્મનું આ ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે અને તેને જોતા જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયું છે.

 

 

આ પણ વાંચો :- Rashmi Rocket Trailer: જોશ અને જુનૂનથી ભરપુર છે રશ્મિ રોકેટનું દમદાર ટ્રેલર, હાર-જીત અને કોશિશની છે વાર્તા

 

આ પણ વાંચો :- Birthday Special: આ કારણે Prem Chopraને સેટ પર અભિનેત્રીએ માર્યો હતો બધાની સામે થપ્પડ

Next Article