Puneeth Rajkumar ની દાન કરાયેલ આંખોથી 4 દર્દીઓને થયો લાભ, અભિનેતાના ઉમદા કામથી ચાહકો થયા ભાવુક

|

Nov 02, 2021 | 6:15 PM

પુનીત રાજકુમારના અવસાનથી દરેક લોકો હજુ પણ આઘાતમાં છે. કોઈ માની નથી શકતા કે અભિનેતા આપણને બધાને છોડીને ચાલ્યા ગયા છે. જોકે પુનીતે ગયા પછી પણ કંઈક એવું કર્યું કે દરેક તેમના વખાણ કરતા થાકતા નથી.

Puneeth Rajkumar ની દાન કરાયેલ આંખોથી 4 દર્દીઓને થયો લાભ, અભિનેતાના ઉમદા કામથી ચાહકો થયા ભાવુક
Puneeth Rajkumar

Follow us on

કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર (Puneeth Rajkumar) ના અવસાનથી સૌ કોઈ આઘાતમાં છે. કોઈ માની નથી શકતું કે એક્ટર હવે આપણને બધાને છોડીને અહીંથી ચાલ્યા ગયા છે. રિપોર્ટ્સ અનુસાર, વિક્રમ સવારે જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો, જેના પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યારે ડોક્ટરોએ નિવેદન આપ્યું હતું કે પુનીતની હાલત ખૂબ જ ગંભીર છે અને અમે તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

જો કે, લાખ પ્રયાસો બાદ પણ પુનીતને બચાવી શકાયા ન હતા. પરંતુ જતા જતા પુનીતે એવું ઉમદા કાર્ય કર્યું જેના માટે તે હંમેશા યાદ રહેશે. પુનીતના પિતાની જેમ, પુનીતની આંખો પણ અભિનેતાના પરિવારના સભ્યો દ્વારા શુક્રવારે દાન કરવામાં આવી હતી. અભિનેતાના મૃત્યુના 6 કલાક પછી આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. અભિનેતા દ્વારા દાન કરવામાં આવેલી આંખોની મદદથી 4 લોકોને રોશની મળી છે. એક અહેવાલ મુજબ, અભિનેતાની આંખોમાંથી 3 પુરુષ અને 1 સ્ત્રીની આખોની રોશની મેળવવામાં મદદ મળી છે.

4 દર્દીઓને મળી મદદ

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

અહેવાલો અનુસાર, ડૉક્ટર ભુજંગ શેટ્ટીએ જણાવ્યું હતું કે, તમામ 4 દર્દીઓ 20-30 વર્ષની વયના છે. આ તમામ 6 મહિનાથી વેઇટિંગ લિસ્ટમાં હતા. કોવિડ 19ને કારણે આંખનું દાન સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. અગાઉ અમે અમારી હોસ્પિટલમાં દર મહિને 200 ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરતા હતા. હવે છેલ્લા 2-3 મહિનામાં વસ્તુઓ પહેલાથી જ સારી થઈ રહી છે. પરંતુ વેઇટિંગ લિસ્ટ હજુ ઘણું લાંબુ છે, તેથી અમે અમારી પાસે રહેલી આંખોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યા છીએ, તેથી 2 ને બદલે અમે 4 દર્દીઓનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી શક્યા છીએ.

ડૉક્ટરે એ પણ જણાવ્યું કે પુનીતના પિતા ડૉ. રાજકુમારે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ અને તેમના પરિવારના તમામ સભ્યો તેમના મૃત્યુ પછી તેમની આંખોનું દાન કરશે અને પરિવારે તેમનું વચન પૂરું કર્યું. આટલો મુશ્કેલ સમય હોવા છતાં, તેમણે મને ફોન કર્યો અને આંખ ડોનેટ વિશે પૂછ્યું, તેઓ બધા બહાદુર છે.

પુનીતના જવાથી બધા આઘાતમાં છે

જણાવી દઈએ કે પુનીતની વિદાય બાદ અભિનેતાની અંતિમ યાત્રામાં ઘણા સુપરસ્ટાર્સે હાજરી આપી હતી. તેમના પાર્થિવ શરીર જોઈને બધા ભાવુક થઈ ગયા હતા. કોઈ પોતાના આંસુ રોકી શક્યા નહીં.

પુનીતની ફિલ્મો

પુનીતની ફિલ્મોની વાત કરીએ તો તે લાસ્ટ Yuvarathnaa માં જોવા મળ્યા હતા. ફિલ્મને દર્શકો અને સમીક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે તેમની પાસે 2 ફિલ્મો રિલીઝ થવાની હતી, જેમાં જેમ્સ અને Dvitva ફિલ્મનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો :- Sonakshi Sinhaએ હુમા કુરેશીને આપી લીગલ નોટિસ મોકલવાની ધમકી, જાણો શું છે મામલો

આ પણ વાંચો :- 2 લાખના ડ્રેસમાં કાજોલ કહી રહી છે ‘હેપ્પી હેલોવીન વિચેઝ’, લાગી રહી છે ખુબ જ ગોર્જિયસ

Next Article