Puneeth rajkumar last rites : રાજકીય સમ્માન સાથે કન્નડ એક્ટર પુનિત રાજકુમારના કરવામાં આવશે અંતિમ સંસ્કાર

પુનીત રાજકુમારનું શુક્રવારે નિધન થયું હતું. આજે રવિવારે તેમના કાંતીરવા સ્ટુડિયોમાં સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Puneeth rajkumar last rites : રાજકીય સમ્માન સાથે કન્નડ એક્ટર પુનિત રાજકુમારના કરવામાં આવશે અંતિમ સંસ્કાર
Puneeth Rajkumar last rites
| Edited By: | Updated on: Oct 31, 2021 | 7:58 AM

કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારે (Puneeth rajkumar) શુક્રવારે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. 29 ઓક્ટોબરે હાર્ટ એટેકથી (Heart attack)  નિધન થયું હતું. પુનીતના નિધનથી સાઉથથી લઈને બોલિવૂડ સુધી દરેકને ઘેરો આઘાત લાગ્યો છે. પુનીતના ફેન્સ આ દુઃખમાંથી બહાર આવી શક્યા નથી. પુનીતનો મૃતદેહ કાંતીરવા સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે. જ્યાં આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પુનીતના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. પુનીત પુત્રીની અમેરિકાથી આવવાની રાહ જોવાઈ રહી હતી. પુનીતના અંતિમ સંસ્કાર કાંતીરવા સ્ટુડિયોમાં એક ખાનગી સમારંભમાં કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર તેમના પિતાના સ્મારક પાસે કરવામાં આવશે. જ્યાં તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, પુનીત રાજકુમારના અંતિમ સંસ્કાર 11 વાગ્યા સુધીમાં કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને કાંતીરવા સ્ટેડિયમથી કાંતીરવા સ્ટુડિયો સુધી લઈ જવા માટે જાહેર સરઘસ કાઢવામાં આવ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પુનીતની પુત્રીની અમેરિકાથી આવે તેની રાહ જોઈ હતી જેથી તેણી તેના પિતાની અંતિમ દર્શન કરી શકે. તેમની પુત્રી ધ્રુતિ શનિવારે બપોરે 1 વાગ્યે અમેરિકાથી દિલ્હી આવી હતી. ત્યાર બાદ ત્યાંથી ફ્લાઈટથી સાંજે 5 વાગ્યા સુધીમાં બેંગ્લોર આવી ગઈ હતી. ધ્રુતિના પિતાને અંતિમ વિદાય આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પુનીત રાજકુમારના અંતિમ સંસ્કાર પહેલા શનિવારે થવાના હતા. પરંતુ ફેન્સની ભીડ જોઈને કર્ણાટકના મુખ્યમંત્રીએ બાદમાં જાહેરાત કરી કે અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે. જેથી ફેન્સ તેમના સુપરસ્ટારની છેલ્લી ઝલક જોઈ શકે.

સાઉથની સાથે સાથે બોલિવૂડ સેલેબ્સે પણ પુનીતને શ્રદ્ધાંજલિ આપી હતી. ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.

તમને જણાવી દઈએ કે પુનીતને શુક્રવારે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક બેંગ્લોરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. જેના થોડા સમય બાદ તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા.

આ પણ વાંચો  : ડ્રેગનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત સજ્જ, ચીનની સરહદ પર અમેરિકન હથિયારો તૈનાત

આ પણ વાંચો : National Unity Day 2021: કેવડિયામાં સરદાર પટેલની 146 મી જન્મજયંતીની ઉજવણી, યોજાશે આ ખાસ કાર્યક્રમો