ડ્ર્ગ્સ કેસમાં આર્યન ખાનની (Aryan Khan Drug Case) મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. બુધવારે કોર્ટમાંથી તેની જામીન અરજી ફગાવી દેવાયા બાદ હવે જામીન માટેની આગામી સુનવણી આગામી 26 ઓક્ટોબરે હાથ ધરાશે એટલે કે ત્યાં સુધી આર્યન ખાને જેલમાં જ દિવસો પસાર કરવા પડશે.
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના આરોપી અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને હાઈકોર્ટમાંથી આજે પણ જામીન મળી શક્યા નથી. NCB ની માંગ પર, બોમ્બે હાઇકોર્ટ હવે મંગળવારે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે. અત્યારે આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં રહેવું પડશે. મંગળવારે હાઇકોર્ટ આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે. મુંબઈની એનડીપીએસ કોર્ટે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન ફગાવી દીધા બાદ હવે તેના વકીલોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
Drugs on cruise ship case | Bombay High Court to hear #AryanKhan‘s bail application on 26th October, Tuesday, says his lawyer#MumbaiDrugBust #TV9News pic.twitter.com/35Stpo89qO
— tv9gujarati (@tv9gujarati) October 21, 2021
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલ સતીશ મણેશિંદેએ શુક્રવારે સુનાવણીની માંગ કરી હતી. પરંતુ NCB તરફથી હાજર રહેલા વકીલ ASG એ નકલ ન મળવાની વાત કરી જેથી તે સંપૂર્ણ તૈયારી કરી શકે. આ માટે તેમણે કોર્ટ પાસે વધુ સમયની માંગ કરી હતી. જેને હાઈકોર્ટે સ્વીકાર્યો હતો અને મંગળવારે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણીની તારીખ નક્કી કરી હતી.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ગુરુવારે સવારે તેના દિકરાને મળવા આર્થર રોડ પહોંચ્યા હતા. શાહરુખ અહીં વધારે સમય રોકાયો નહીં અને માત્ર 15 મિનિટમાં પાછો ફર્યો. તે ગ્રે ટી-શર્ટ અને ચશ્મા પહેરેલો જોવા મળ્યો હતો. આ પહેલા બુધવારે મુંબઈ સેશન્સ કોર્ટના જજ વીવી પાટીલે 18 પાનાના આદેશમાં કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આર્યન ખાન વિરુદ્ધ પુરાવા છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –
Published On - 10:53 am, Thu, 21 October 21