ભારતમાં ગણેશ ઉત્સવની ધુમ ધામથી ઉજવણી થઈ રહી છે. ભાવી ભક્તો દેવાનું આગમન કરી કોઈ 5 દિવસ તો કોઈ 10 દિવસ સાચા દિલથી ગજાનનની સેવા પૂજા કરે છે રોજ થાળ , આરતી કરી ભગવાનને પ્રસાદમાં લાડું, સહિત અનેક મીઠાઈ ધરાવે છે અને આવી રીતે ગણેશજીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
ઘણા મોટા સેલેબ્સથી લઈને સામાન્ય લોકો ખૂબ જ ધામધૂમથી બાપ્પાને પૂજા-અર્ચના કરે છે. ત્યારે ગણપતી બાપ્પાની આરતી કર્યા બાદ તેમની સ્તુતિ ગાવાનો મહિમાં છે. ત્યારે અમે આપના માટે ભગવાન ગણેશની ફેમસ સ્તુતી પ્રથમ પહેલા સમરિયેના ગુજરાતી લિરિક્સ અને વીડિયો આપની સાથે શેર કરી રહ્યા છે આ વીડિયો તમને ગણેશ ઉત્સવમાં જરુરથી કામ લાગશે અને આમાથી જોઈને તમે ભગવાની સામે પણ ગાઈ શકશો
(vide0 credit- Soor Mandir)
પ્રથમ પ્રથમ સમરીયેરે સ્વામી તમને સૂંઢાળા
રિદ્ધિ સિદ્ધિ ના દાતાર હો દેવતા (2)
મહેર કરો ને મહારાજ રે હો જી
માતા રે કહીયે જેના પાર્વતી રે સ્વામી તમને સૂંઢાળા
પિતાજી શંકર દેવ હો દેવતા (2)
મહેર કરો ને મહારાજ રે હો જી
કાને તે કુંડળ જળહડે રે સ્વામી તમને સૂંઢાળા
ગળા મા મોતીડાનો માળા મારા દેવતા (2)
મહેર કરો ને મહારાજ રે હો જી
તેલ સિંદુર ની સેવા ચઢે રે સ્વામી તમને સૂંઢાળા
ગળામા ફુલડાનો હાર હો દેવતા (2)
મહેર કરો ને મહારાજ રે હો જી
પાંચ લાડુ તારે પાયે ધરુરે સ્વામી તમને સૂંઢાળા
નમી નમી ને લાગુ પાયે હો દેવતા (2)
મહેર કરો ને મહારાજ રે હો જી
રવ તરન ની વિનંતિ રે સ્વામી તમને સૂંઢાળા
ભક્તોને કરજો સહાય હો દેવતા (2)
મહેર કરો ને મહારાજ રે હો જી