લોકોના એક વાર લગ્ન કરવાના ફાંફાં છે અને પ્રકાશ રાજે કર્યા બીજી વાર લગ્ન, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

આ લગ્નમાં વેદાંતની સાથે પ્રકાશ રાજ અને તેમની પહેલી પત્નિ લલિથા કુમારીના બાળકો પૂજા અને મેઘના પણ હાજર હતા.

લોકોના એક વાર લગ્ન કરવાના ફાંફાં છે અને પ્રકાશ રાજે કર્યા બીજી વાર લગ્ન, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
Prakash Raj gets married for second time
| Edited By: | Updated on: Aug 25, 2021 | 3:07 PM

સાઉથ સિનેમાના મોટા સ્ટાર અને બોલીવૂડના ખતરનાક વિલન તરીકે ઓળખાતા પ્રકાશ રાજ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તેઓ પહેલાથી પોતાના બિંદાસ નિવેદનો માટે સોશિયલ મીડિયામાં છવાયેવા રહે છે. પરંતુ આ વખતે કારણ થોડુ અલગ છે. આ સ્ટાર સેલિબ્રિટી પોતાના બીજા લગ્ન માટે ચર્ચાનો વિષય બન્યા છે. જી હાં તમે સાચુ સાંભળ્યુ છે, 56 વર્ષની ઉંમરમાં પ્રકાશ રાજે બીજી વખત લગ્ન કર્યા છે. પરંતુ આ વાતમાં પણ એક ટ્વીસ્ટ છે.

પ્રકાશ રાજે બીજી વાર લગ્ન તો કર્યા છે પરંતુ તેમણે પોતાની પત્નિ સાથે જ લગ્ન કર્યા છે. 24 ઓગસ્ટના રોજ લગ્નની 11 મી વર્ષગાંઠ પર પ્રકાશ રાજે પોતાની પત્નિ પોની વર્મા સાથે બીજી લાર લગ્ન કર્યા છે. પોની, પ્રકાશ રાજની બીજી પત્નિ છે. 2010 માં બંનેએ લગ્ન કર્યા હતા. હવે પાછા ફરીએ સોશિયલ મીડિયા પર પ્રકાશ રાજને લઇને જે વાતો કરવામાં આવી રહી છે તેના પર. બીજી પત્નિ સાથે બીજી વાર લગ્ન કરવાને લઇને પ્રકાશ રાજ ટ્રોલ થઇ રહ્યા છે. તેમના પર ઘણા બધા મીમ્સ પણ બની રહ્યા છે.

પ્રકાશ રાજના લગ્ન વાળા મીમ્સના માધ્યમથી લોકો એ કુંવારા લોકોનું દુખ બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છે જેમના ક્યારે લગ્ન નથી થયા. કોઇ કહી રહ્યુ છે કે બધા કુંવારા લોકોએ પ્રકાશ રાજને પોતાના આઇડલ માનવા જોઇએ. તો કેટલાક લોકો પ્રકાશ રાજ પર નિશાનો સાધીને કહી રહ્યા છે કે તેમને આ રીતે શો ઓફ કરવાની શું જરૂર પડી. જો કે લોકો તો કઇં પણ કહેશે એમનું તો કામ જ છે કહેવાનું…

તમને જણાવી દઇએ કે પ્રકાશ રાજે પોતાના દિકરા વેદાંતના કહેવા પર બીજી વાર લગ્ન કર્યા. વેદાંતની ઇચ્છા હતી કે તે પોતાના માતા-પિતાના લગ્ન થતા જુએ. આ લગ્નમાં વેદાંતની સાથે પ્રકાશ રાજ અને તેમની પહેલી પત્નિ લલિથા કુમારીના બાળકો પૂજા અને મેઘના પણ હાજર હતા.

આ પણ વાંચો –

Afghanistan : તાલિબાનોએ અફઘાનીઓ માટે કાબુલ એરપોર્ટનો રસ્તો કર્યો બ્લૉક, વિદેશીઓને મળશે પરવાનગી

આ પણ વાંચો –

નારાયણ રાણેની ધરપકડ બાદ CM ઉદ્ધવ ઠાકરે ટ્વિટર પર થયા ટ્રોલ, #ArrestUddhavThackrey થઈ રહ્યુ છે ટ્રેન્ડ !