Prabhas Marriage: પ્રભાસ ટૂંક સમયમાં લેશે સાત ફેરા ? આદિપુરુષ ટ્રેલર લોન્ચ વખતે કહ્યું- હું અહીં લગ્ન કરીશ…

|

Jun 07, 2023 | 11:50 AM

પ્રભાસનું નામ તેની ફિલ્મ આદિપુરુષમાં સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી કૃતિ સેનનના નામ સાથે જોડાયું છે. આ પહેલા પ્રભાસનું નામ બાહુબલી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાથે પણ જોડાઈ ચૂક્યું છે. હવે તેના એક ફેને પ્રભાસને પૂછ્યું છે કે તે ક્યારે લગ્ન કરશે.

Prabhas Marriage: પ્રભાસ ટૂંક સમયમાં લેશે સાત ફેરા ? આદિપુરુષ ટ્રેલર લોન્ચ વખતે કહ્યું- હું અહીં લગ્ન કરીશ...
Prabhas

Follow us on

આદિપુરુષના રાઘવ એટલે કે પ્રભાસના જવાબે ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. તાજેતરમાં જ આદિપુરુષનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રભાસને તેના ચાહકો દ્વારા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. મોસ્ટ હેન્ડસમ બેચલરની યાદીમાં પ્રભાસ ટોપ પર છે. આવી સ્થિતિમાં ફેન્સ તેમના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે એક ફેને પ્રભાસને એવો સવાલ પૂછ્યો છે જેના પર એક્ટર હંમેશા મૌન રહે છે પણ આ વખતે પ્રભાસે તેનો જવાબ પણ આપી દીધો છે.

મેરિટલ સ્ટેટસને લઈને પ્રભાસે કહી આ વાત

તાજેતરમાં જ પ્રભાસનું નામ તેની ફિલ્મ આદિપુરુષમાં સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી કૃતિ સેનનના નામ સાથે જોડાયું છે. તે જ સમયે, આ પહેલા પ્રભાસનું નામ બાહુબલી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાથે પણ જોડાઈ ચૂક્યું છે. હવે તેના એક ફેને પ્રભાસને પૂછ્યું છે કે તે ક્યારે લગ્ન કરશે. આનો જવાબ આપતા પ્રભાસે લગ્નની તારીખ તો નથી જણાવી પરંતુ સ્થળ ચોક્કસ જણાવી દીધુ છે.

પ્રભાસે કહ્યું કે તે તિરુપતિમાં જ લગ્ન કરશે. પ્રભાસનો આ જવાબ સાંભળીને ફેન્સના ચહેરા પર સ્મિત આવી ગયું. ફેન્સ હવે અભિનેતાના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જો કે આ દરમિયાન પ્રભાસ પણ ખૂબ જ જોલી મૂડમાં જોવા મળ્યો હતો. આ ઇવેન્ટ દરમિયાન પ્રભાસે તેના ચાહકોને વધુ એક વચન આપ્યું હતું અને કહ્યું હતું કે તે દર વર્ષે 2-3 સારી ફિલ્મો કરશે. જોકે, અત્યારે પ્રભાસના ચાહકો તેની ફિલ્મ આદિપુરુષની રાહ જોઈ રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આદિપુરુષ 16 જૂને રિલીઝ

આદિપુરુષ 16 જૂને 5 ભાષાઓમાં રિલીઝ થશે. રામાયણ પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉત કરી રહ્યા છે. ફિલ્મની આખી સ્ટારકાસ્ટ હાલમાં આદિપુરુષના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક્ટર પ્રભાસ પણ ફિલ્મની રિલીઝ પહેલા તિરુપતિ બાલાજીના મંદિરે પહોંચીને દર્શન કર્યા હતા. આ પહેલા કૃતિ સેનન પંચવટીના સીતા મંદિરમાં આરતી કરતી જોવા મળી હતી.

પ્રભાસ દર વર્ષે બે ફિલ્મો લાવશે

ઇવેન્ટ દરમિયાન, પ્રભાસે મજાકમાં તેના ચાહકોને વચન આપ્યું હતું કે હવેથી તે દર વર્ષે બે ફિલ્મો સાથે આવશે. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે જો શક્ય હોય તો તે ત્રીજી ફિલ્મમાં પણ કામ શરૂ કરી દેશે. તમને જણાવી દઈએ કે, એસએસ રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી’ અને ‘બાહુબલી 2’ની સફળતા બાદ પ્રભાસ સમગ્ર ભારતનો સ્ટાર બની ગયો છે. આવી સ્થિતિમાં માત્ર સાઉથના દર્શકો જ નહીં પરંતુ સમગ્ર દેશના દર્શકો તેની ફિલ્મની રાહ જોતા હોય છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article