Breaking: સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ડોક્ટર્સ વચ્ચે મતભેદ, જાણો શું આવ્યો રિપોર્ટ

|

Sep 03, 2021 | 12:25 PM

ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બહાર આવ્યો છે. ગુરુવારે સિદ્ધાર્થનું નિધન થયું. કૂપર હોસ્પિટલના ડોક્ટરોએ સિદ્ધાર્થની તપાસ કરીને તેને સાડા દસ વાગ્યે 'આગમન પહેલા મૃત' જાહેર કર્યો હતો.

Breaking: સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ડોક્ટર્સ વચ્ચે મતભેદ, જાણો શું આવ્યો રિપોર્ટ
Post-mortem report of actor Siddharth Shukla arrived, cause of death not disclosed

Follow us on

સિદ્ધાર્થ શુક્લાના (Sidharth Shukla) પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરોએ તેના મૃત્યુના ચોક્કસ કારણ અંગે કોઈ ચોક્કસ ખુલાસો કર્યો નથી. સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોક્ટરોએ કોઈ અભિપ્રાય આપ્યો નથી. અહેવાલો અનુસાર અભિનેતાના વિસેરા સાચવવામાં આવ્યા છે જેના આધારે અહાવે મૃત્યુનું કારણ હિસ્ટોપેથોલોજીકલ સ્ટડી બાદ જ બહાર આવશે. જો કે શરીર પર કોઈ બાહ્ય કે આંતરિક ઘા નથી.

સિદ્ધાર્થ શુક્લાનું પોસ્ટમોર્ટમ મુંબઈની કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આજે શુક્રવારે તેમનો મૃતદેહ તેના પરિવારને આપવાનો છે. હોસ્પિટલ બહાર પોલીસ દ્વારા ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હવે બહાર આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. અહેવાલોમાં જણાવ્યું છે કે હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેમિકલ એનાલિસિસ બાદ જ અભિનેતાના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

ચાલો તમને જણાવી દઈએ કે કેમિકલ એનાલિસિસનો અર્થ. આ એનાલિસિસથી સ્પષ્ટ થશે કે સિદ્ધાર્થના શરીરમાં ઝેર હતું કે નહીં. આ સાથે એ ઓઅન ખ્યાલ આવશે કે તેને અન્ય કોઈ રોગ હતો કે નહીં. તમને જણાવી દઈએ કે ગુરુવારે સિદ્ધાર્થ શુક્લાને તેમના ફેમિલી ડોક્ટરની સલાહ પર મુંબઈની કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. સિદ્ધાર્થના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ગુરુવારે થયું હતું, જેનો રિપોર્ટ હવે સામે આવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ બાબતે ગુરુવારે સિદ્ધાર્થની માતાએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, ‘સિદ્ધાર્થ રાત સુધી સંપૂર્ણપણે ઠીક હતો. રાત્રિભોજન બાદ તે સૂઈ ગયો પરંતુ સવારે તે જાગ્યો નહીં. આ સાથે તેના પરિવારના જણાવ્યા અનુસાર અભિનેતા કોઈ પ્રકારના માનસિક દબાણમાં પણ ન હતો.

અહેવાલો મુજબ સિદ્ધાર્થ રાત્રે કેટલીક દવાઓ લઈને સુયા હતા. અને સવારે જ્યારે તેમની માતાએ દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી કોઈ જવાબ ન મળ્યો. સવારે તેને કૂપર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં અભિનેતાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર આ ઘટનામાં કોઈ ફાઉલ પ્લે નથી. તેમજ બીએમસીની આરોગ્ય વિભાગની ટીમે પણ કૂપર હોસ્પિટલ પહોંચીને સમગ્ર મામલે કૂપરના ડીન પાસેથી માહિતી મેઅવી. ડીનના જણાવ્યા અનુસાર જ્યારે સિદ્ધાર્થને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થયેલું હતું.

અભિનેતાના શરીર પર કોઈ બાહ્ય કે આંતરિક ઘા હતો નહીં. પરંતુ સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોક્ટરોએ કોઈ અભિપ્રાય આપ્યો નથી. હવે મૃત્યુનું કારણ હિસ્ટોપેથોલોજીકલ સ્ટડી બાદ જ બહાર આવશે.

 

આ પણ વાંચો: સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ તેની માતા અને શહનાઝ ગિલની થઈ આવી હાલત, રાહુલ મહાજને જણાવી આ વાત

આ પણ વાંચો: Birthday Special: ક્યારેક સલમાનની ધમકી ક્યારેક એક કરોડનું દાન, વિવાદોથી ભરેલું વિવેક ઓબેરોયનું જીવન

Published On - 10:59 am, Fri, 3 September 21

Next Article