
શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની (Raj Kundra) મુંબઇ પોલીસે અશ્લીલ ફિલ્મો (Porn Films) બનાવવાના ગુનામાં ધરપકડ કરી છે. જેને કારણે હવે શિલ્પા સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4) માં જોવા નહી મળે. શિલ્પાને રિપ્લેસ કરવા માટે કરીશ્મા કપૂરને ફાઇનલ કરવામાં આવી છે.

હવે કરિશ્મા કપૂર (Karishma Kapoor) શોમાં જજ તરીકે જોવા મળશે. આ વાતની માહિતી ખુદ કરિશ્મા કપૂરે આપી છે.

કરિશ્મા કપૂરે બ્લેક આઉટફીટમાં પોતાની કેટલીક તસવીરો શેયર કરી છે. આ તસવીરોમાં કરિશ્મા સેટ પર જોવા મળી રહી છે.

કરિશ્માએ આ ફોટોઝને શેયર કરતી વખતે સુપર ડાન્સરનો હેશટેગ યૂઝ કર્યુ છે.

આ બધા જ ફોટોઝમાં કરિશ્મા ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.

કરિશ્માની આ તસવીરોને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.