
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નૈતિકના પાત્રથી ખ્યાતિ મેળવનાર કરણ મહેરાએ નિશા રાવલને ઘણા વર્ષો સુથી ડેટ કર્યા હતા.

5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ કરણે નિશાને તેના જન્મદિવસ પર મીડિયાના ફોટોગ્રાફર્સ સામે પ્રપોઝ કર્યું હતું.

આ પછી બંનેએ શાહી શૈલીમાં લગ્ન કર્યા. લગ્ન પછી, બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક પોસ્ટ્સ શેર કરતા હતા. બંને ખૂબ ખુશ હતા અને થોડા સમય પછી બંનેને એક દીકરો થયો.

પરંતુ કોણ જાણતું હતું કે તેમની પ્રેમ કહાની લાંબી ચાલશે નહીં. હકીકતમાં, તે જ વર્ષે, નિશાએ કરણ પર મારપીટનો આરોપ લગાવ્યો અને તે જ સમયે તેણે કરણને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો હતો.

નિશાએ કરણ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. નિશાનું કહેવું છે કે કરણનું બીજા કોઈ સાથે અફેર છે. નિશા અને કરણ હવે અલગ થઈ ગયા છે અને દીકરો હાલમાં નિશા સાથે રહે છે.