પૉપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલનને કર્યું સમર્થન તો ભડકી KANGANA, કહ્યું કે અમે તારા જેવા મૂર્ખ નથી

દિલ્હીની સરહદે ખેડુતોનું આંદોલન લગભગ 70 દિવસથી ચાલી રહ્યું છે. કોઈપણ પ્રકારની હિંસા અને આંદોલનને અટકાવવા પોલીસે વિરોધ પ્રદર્શન સ્થળોને કિલ્લામાં ફેરવી દીધા છે. આ સાથે આંદોલન સ્થળ પર ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

પૉપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલનને કર્યું સમર્થન તો ભડકી KANGANA, કહ્યું કે અમે તારા જેવા મૂર્ખ નથી
| Edited By: | Updated on: Feb 03, 2021 | 12:05 PM

દિલ્હીની સરહદે ખેડુતોનું આંદોલન લગભગ 70 દિવસથી ચાલી રહ્યું છે. કોઈપણ પ્રકારની હિંસા અને આંદોલનને અટકાવવા પોલીસે વિરોધ પ્રદર્શન સ્થળોને કિલ્લામાં ફેરવી દીધા છે. આ સાથે આંદોલન સ્થળ પર ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ વચ્ચે પૉપસ્ટાર રિહાનાએ(POP SINGER RIHANNA) ટ્વિટ કરીને ખેડૂતોને સમર્થન આપ્યું છે. રેહાનાએ ઇન્ટરનેટ પર પ્રતિબંધના સમાચારો શેર કરતાં લખ્યું હતું કે, “અમે આ વિશે શા માટે વાત નથી કરી રહ્યા?” રિહાનાએ આ ટ્વીટ સાથે #FarmersProtest ઉપયોગ કર્યો હતો. પૉપ સ્ટારના આ ટ્વીટર પર બૉલીવુડ એક્ટ્રેસ કંગના(KANGANA) રનૌત ભડકી ઉઠી હતી.

કંગનાએ ટ્વીટ કર્યું હતું કે, “કોઈ વાતએ માટે નથી કરી રહ્યું કારણ કે તેઓ આતંકવાદી છે, ખેડૂત નથી. જેઓ ભારતનું વિભાજન કરવા માગે છે. જેથી ચીન અમારા દેશનો કબજો લે અને યુએસએ જેવી ચીની કોલોની બનાવી દે. શાંતિથી બેસો મૂર્ખ. અમે તમારા જેવા મૂર્ખ નથી કે અમારો દેશ વેચી દે.”

જણાવી દઈએ કે, કિસાન આંદોલનને લઈને કંગના લગાતાર ટ્વીટ કરી રહી છે.