Parineeti-Raghav Engagement: એકબીજાના થયાં Parineeti Chopra-Raghav Chadha, દિલ્હીમાં ખાસ મહેમાનો વચ્ચે પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની થઈ સગાઈ

Parineeti And Raghav Engagement: બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ (Parineeti Chopra) હવે આપ પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે. બંનેની સગાઈ દિલ્હીમાં યોજાઈ હતી અને આ દરમિયાન ખાસ મહેમાનોએ હાજરી આપી હતી. છેલ્લા કેટલાક સમયથી બંને પોતાના સંબંધોને લઈને ચર્ચામાં હતા.

Parineeti-Raghav Engagement: એકબીજાના થયાં Parineeti Chopra-Raghav Chadha, દિલ્હીમાં ખાસ મહેમાનો વચ્ચે પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની થઈ સગાઈ
parineeti chopra raghav chadha
| Updated on: May 13, 2023 | 9:12 PM

Parineeti And Raghav Engagement: બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ (Parineeti Chopra) આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે. બંને લાંબા સમયથી લાઈમલાઈટમાં હતા અને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. આવામાં બંનેના સંબંધોની ચર્ચા લાઈમલાઈટમાં હતી, પરંતુ કપલ આ સવાલને ટાળી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. હવે બંનેની સગાઈનું આયોજન દિલ્હીના કપૂરથલા હાઉસમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી જાણીતી હસ્તીઓ પહોંચી હતી.

પરિણીતી ચોપરાની સગાઈના પ્રસંગે તેની મોટી બહેન પ્રિયંકા ચોપરાએ પણ હાજરી આપી હતી. આ સિવાય ફિલ્મ અને રાજનીતિની દુનિયા સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ આ ખાસ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા. લગ્ન દરમિયાનની તસવીરો સામે આવી છે. જેમાં રાઘવ અને પરિણીતી રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

લગ્ન સ્થળ કનોટ પ્લેસ પાસે કપૂરથલા હાઉસમાં રાખવામાં આવ્યું હતું. આ એક રોયલ પેલેસ છે જ્યાં પંજાબના મુખ્યમંત્રી જ્યારે દિલ્હી આવે છે ત્યારે રોકાય છે. પંજાબના સીએમ ભગવંત માન પણ આ સગાઈનો ભાગ બન્યા હતા અને તેઓ સ્થળ પર જોવા મળ્યા હતા. પરિણીતી ચોપરાએ આ ખાસ દિવસ માટે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પહેર્યો હતો.

લગ્ન સ્થળ કનોટ પ્લેસ પાસે કપૂરથલા હાઉસમાં રાખવામાં આવ્યું હતું. આ એક રોયલ પેલેસ છે જ્યાં પંજાબના મુખ્યમંત્રી જ્યારે દિલ્હી આવે છે ત્યારે રોકાય છે. પંજાબના સીએમ ભગવંત માને પણ આ સગાઈમાં હાજરી આપી હતી અને તેઓ સ્થળ પર જોવા મળ્યા હતા. પરિણીતી ચોપરાએ આ ખાસ દિવસ માટે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પહેર્યો હતો.

આ પણ વાંચો : Parineeti-Raghav Engagement: પરિણીતી-રાઘવની સગાઈ- દુલ્હે રાજાનો ઈનસાઈડનો Video થયો વાયરલ

કડક સુરક્ષા વ્યવસ્થા

લગ્નમાં બોલિવુડની થીમ હતી અને ખાસ ઈવેન્ટ માટે કપલે પિંક કલરના આઉટફિટ પહેર્યા હતા. બંને સાંજે 5 વાગે સ્થળ પર હાજર થયા અને તૈયારીઓની તપાસ કરી હતી. આ પ્રસંગે બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. આ ખાસ કાર્યક્રમ માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પ્રાઈવસીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને મહેમાનોને નો ફોન પોલિસી ફોલો કરવાની સૂચના આપવામાં આવી હતી.

ડિનરની ખાસ તૈયારી

આટલું મોટું ભવ્ય ફંકશન છે, તો તેમાં ખાવા-પીવાની વ્યવસ્થા કેવી રીતે સામાન્ય થઈ શકે. આ પ્રસંગે મહેમાનોની વિશેષ કાળજી રાખવા સિવાય તેમના માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની પણ ખાસ કાળજી લેવામાં આવી હતી. ભારતીય વાનગીઓ ઉપરાંત અન્ય વાનગીનો પણ મેનુમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ખાસ સેરેમનીમાં કબાબથી લઈને વેગન સુધીની દરેક વસ્તુ સર્વ કરવામાં આવી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:02 pm, Sat, 13 May 23