લતા મંગેશકરના નિધન પર પાકિસ્તાનની આંખો પણ થઇ ભીની, ‘સ્વર કોકિલા’ને કઇંક આ રીતે કર્યા યાદ

|

Feb 06, 2022 | 4:24 PM

લતા મંગેશકરના નિધનની માહિતી મળ્યા બાદ પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'એક મહાન વ્યક્તિ હવે નથી રહી. લતા મંગેશકર સૂરોની રાણી હતી, જેમણે દાયકાઓ સુધી સંગીત જગત પર રાજ કર્યું.'

લતા મંગેશકરના નિધન પર પાકિસ્તાનની આંખો પણ થઇ ભીની, સ્વર કોકિલાને કઇંક આ રીતે કર્યા યાદ
Pakistan also expressed grief over the death of Lata Mangeshkar

Follow us on

ભારતની સૌથી લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરનું (Lata Mangeshkar) આજે મુંબઈની (Mumbai) બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. જ્યારથી લતા મંગેશકરના નિધનના સમાચાર આવ્યા છે ત્યારથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ભારત રત્ન લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળીને આજે પાકિસ્તાનની આંખો ભીની થઈ ગઈ છે. પાકિસ્તાનના લોકોએ પણ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પાકિસ્તાનમાં ઈમરાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ પણ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે લતા મંગેશકરના મૃત્યુ સાથે જોડાયેલા સમાચાર પાકિસ્તાનની સત્તાવાર ચેનલ પર બતાવવામાં આવ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લતા મંગેશકરના નિધનની માહિતી મળ્યા બાદ પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એક મહાન વ્યક્તિ હવે નથી રહી. લતા મંગેશકર સૂરોની રાણી હતી, જેમણે દાયકાઓ સુધી સંગીત જગત પર રાજ કર્યું. તે સંગીતની અજોડ રાણી હતી, તેમનો અવાજ આવનારા સમયમાં લોકોના દિલ પર રાજ કરતો રહેશે.

 

પાકિસ્તાનમાં લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળ્યા બાદ દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પાકિસ્તાની પત્રકાર દુર્દાના નઝમે લખ્યું, લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા છે. તે ભારતમાં અને અન્ય જગ્યાએ જેટલા પ્રખ્યાત છે તેટલા જ તેમના ગીતો પાકિસ્તાનમાં પણ સાંભળવામાં આવે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. લતા મંગેશકરનો અવાજ ભારતમાં તેમજ પાકિસ્તાનમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તેમના ગીતો હંમેશા યાદ રહેશે.

ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરે આજે સવારે 8.12 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, મલ્ટિઓર્ગન ફેલ્યોર થવાના કારણે તેમનું મોત થયું છે. તેઓ છેલ્લા 26 દિવસથી ICUમાં દાખલ હતા. થોડા દિવસો પહેલા તબીબોએ માહિતી આપી હતી કે તેમની તબિયત હવે સારી છે અને તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા છે, પરંતુ શનિવારે ફરી એકવાર તેમની તબિયત બગડતાં તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. તેમને કોરોનાનો ચેપ પણ લાગ્યો હતો. જોકે બાદમાં તે ઈન્ફેક્શનમાંથી સાજા થઈ ગયા હતા, પરંતુ પછી અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી.

આ પણ વાંચો –

Lata Mangeshkar Passed Away : સિંગર બનતા પહેલા લતા દીદીએ કેમેરાનો સામનો કર્યો હતો, એક્ટિંગ કરિયરમાં પણ મળી સફળતા

આ પણ વાંચો –

લતા મંગેશકરે પોતાનો પહેલો ફિલ્મફેર એવોર્ડ સ્વીકારવાની ના પાડી, કારણ જાણીને ચોંકી જશો

Next Article