Oscars 2023: ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ એલિફન્ટ વ્હીસ્પરર્સે ભારતનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ જીત્યો

|

Mar 13, 2023 | 7:59 AM

ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ એલિફન્ટ વ્હીસ્પરર્સે ભારતનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ જીત્યો. ધ બોય, ધ મોલ, ધ ફોક્સ અને ધ હોર્સે બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. એલિફન્ટ વ્હીસ્પરર્સનું નિર્દેશન કાર્તિકી ગોન્સાલ્વીસ દ્વારા કરવામાં આવ્યું છે. તે એક સામાજિક દસ્તાવેજી ફોટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા છે.

Oscars 2023: ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ એલિફન્ટ વ્હીસ્પરર્સે ભારતનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ જીત્યો

Follow us on

ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ એલિફન્ટ વ્હીસ્પરર્સે ભારતનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ જીત્યો. ભારતીય ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પરર્સે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. હોલઆઉટ, હાઉ ડુ યુ મેઝર અ યર ?, ધ માર્થા મિશેલ ઈફેક્ટ, સ્ટ્રેન્જર એટ ધ ગેટના નામો પણ આ કેટેગરીમાં સામેલ હતા.

ધ બોય, ધ મોલ, ધ ફોક્સ અને ધ હોર્સે બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. ધ ફ્લાઈંગ સેઈલર, આઈસ મર્ચન્ટ્સ, માય યર ઓફ ડિક્સ, એન ઓસ્ટ્રિચ ટોલ્ડ મી ધ વર્લ્ડ ઈઝ ફેક અને આઈ થિંક આઈ બીલીવ ઈટના નામ પણ આ કેટેગરીમાં સામેલ હતા.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

આ વર્ષે ઓસ્કારમાં ભારત તરફથી ત્રણ ફિલ્મોને નોમિનેશન મળી હતી. જેમાં તેને શોર્ટ ફિલ્મ કેટેગરીમાં પણ સામેલ કરવામાં આવી હતી. ફિલ્મની સાથે સાથે, Howout, How Do You Measure a Year, The Martha Mitchell Effect અને Stranger at the Gate જેવી ફિલ્મોને આ કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી, જેમાં The Elephant Whispers ને એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે, કારણ કે તે ભારતના ઈતિહાસમાં ઓસ્કાર જીતનારી પ્રથમ ફિલ્મ બની છે.

આ ફિલ્મ શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની શ્રેણીમાં નોમિનેટ થઈ હતી. તેનું નિર્દેશન કાર્તિકી ગોન્સાલ્વીસ દ્વારા કરવામાં આવ્યું છે. તે એક સામાજિક દસ્તાવેજી ફોટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા છે. કાર્તિકીએ પોતાની શોર્ટ ફિલ્મથી ઈતિહાસ રચી દીધો છે. કાર્તિકની ફિલ્મે એ કામ બતાવ્યું છે, જે આજ સુધી મોટા સ્ટાર્સ નથી કરી શક્યા. આજનો દિવસ ભારતના લોકો માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ છે.

 

Published On - 7:28 am, Mon, 13 March 23

Next Article