બિગ બોસ 17ના ઘરમાં ઓરીની થઈ વાઈલ્ડકાર્ડ એન્ટ્રી, હવે રાખી સાવંત તેના બન્ને એક્સ પતિ સાથે કરશે પ્રવેશ

બિગ બોસ 16'થી અંતર જાળવી રાખનાર 'ડ્રામા ક્વીન' રાખી સાવંત 2 વર્ષ બાદ ફરી બિગ બોસમાં પ્રવેશ કરવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાખી સાવંત અને તેના બંને પૂર્વ પતિ બિગ બોસ 17ના ઘરમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. વાસ્તવમાં, રાખી સાવંત પહેલા તેના પૂર્વ પતિ રિતેશ સિંહ સાથે કલર્સ ટીવીના રિયાલિટી શોમાં એન્ટ્રી કરશે જે બાદ આ સ્ટોરીને વધુ મસાલેદાર બનાવવા માટે મેકર્સ આદિલ ખાન દુરાની ને પણ શોમાં સામેલ કરશે.

બિગ બોસ 17ના ઘરમાં ઓરીની થઈ વાઈલ્ડકાર્ડ એન્ટ્રી, હવે રાખી સાવંત તેના બન્ને એક્સ પતિ સાથે કરશે પ્રવેશ
Bigg Boss house
| Edited By: | Updated on: Nov 24, 2023 | 9:40 AM

‘બિગ બોસ 17ના ઘરમાં લોકો સન્માન સાથે પ્રવેશે છે, પરંતુ તમે આ શોમાં પહેલીવાર કોઈ અઢળક સામાનની સાથે પ્રવેશ કરી રહ્યું છે’ જી હા, તે બીજુ કોઈ નહી પણ બોલિવુડ સેલેબ્સનો બેસ્ટી ઓરી અવાત્રામણી છે તમને જણાવી દઈએ કે બિગ બોસ 17માં ઓરીની એન્ટ્રીને લઈને ચર્ચાઓ થઈ રહી હતી જોકે નવા આવેલા પ્રોમોમાં જોઈ શકાય છે કે ઓરી વાઈલ્ડકાર્ડ તરીકે ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

ઓરીની બિગ બોસના ઘરમાં થઈ એન્ટ્રી

કલર્સ ટીવીના રિયાલિટી શો ‘બિગ બોસ’ના હોસ્ટ સલમાન ખાને ખુદ ઓરી એટલે કે ઓરહાન અવત્રામણીનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે બિગ બોસમાં ગેસ્ટ તરીકે આવેલા ઓરી બીજા કનટેસ્ટન્ટની જેમ અહી સ્પર્ધક તરીકે આવ્યો છે જો કે ઘરમાં રહેવા માટે ઓરી તેની સાથે સામાનની એક નહી, બે નહી,પણ પાંચ મોટી બેગ લઈને ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે.

રાખી ફરી આવશે બિગ બોસના શોમાં

ઓરીની શોમાં એન્ટ્રી બાદ રાખી સાવંતના નામની પણ ભારે ચર્ચા ચાલી રહી છે એમ પણ કહેવામાં આવી રહ્યું છે બિગ બોસના ઘરમાં રાખી તેના બન્ને એક્સ હસબન્ડ સાથે જોવા મળી શકે છે.

‘બિગ બોસ 16’થી અંતર જાળવી રાખનાર ‘ડ્રામા ક્વીન’ રાખી સાવંત 2 વર્ષ બાદ ફરી બિગ બોસમાં પ્રવેશ કરવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાખી સાવંત અને તેના બંને પૂર્વ પતિ બિગ બોસ 17ના ઘરમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. વાસ્તવમાં, રાખી સાવંત પહેલા તેના પૂર્વ પતિ રિતેશ સિંહ સાથે કલર્સ ટીવીના રિયાલિટી શોમાં એન્ટ્રી કરશે જે બાદ આ સ્ટોરીને વધુ મસાલેદાર બનાવવા માટે મેકર્સ આદિલ ખાન દુરાની ને પણ શોમાં સામેલ કરશે.

રાખીની શો માટે ટીઆરપી ગેનર

વાસ્તવમાં, હાલમાં રાખી સાવંતની એન્ટ્રીને લઈને ‘બિગ બોસ’ સાથે વાતચીત ચાલી રહી છે. રાખી ઈચ્છે છે કે આદિલ આ શોનો ભાગ ન બને. પરંતુ મેકર્સ તેમને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ શોના કન્ટેન્ટ માટે આદિલ માટે રાખી અને રિતેશની સાથે બિગ બોસના ઘરમાં પ્રવેશ કરી શકે છે. જો કે આ સાથે અંજલિ અરોરા, રાખી સાવંત અને તેના પતિની સાથે, પૂનમ પાંડેનો પણ બિગ બોસની ટીમે સંપર્ક કર્યો છે.