ઓરીએ જાહ્નવી કપૂર સાથે લગાવ્યા ઠુમકા, અભિનેત્રીના બોયફ્રેન્ડને થઈ જલન કરી આવી કોમેન્ટ, જુઓ વીડિયો

|

Nov 27, 2023 | 9:29 AM

જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ડાન્સ વીડિયો અપલોડ કર્યો છે. આમાં 'ધડક' એક્ટ્રેસ તેનો બેસ્ટ ફ્રેન્ડ ઓરી સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે બિગ બોસમાં એન્ટ્રી કરતા જ ઓરીની ખુબ જ ચર્ચા થઈ રહી છે અને જાન્હવી સાથેના ડાન્સ વીડિયો લોકોનું ધ્યાન ખેચી રહ્યા છે. બન્નેનું પરફોર્મન્સ જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે.

ઓરીએ જાહ્નવી કપૂર સાથે લગાવ્યા ઠુમકા, અભિનેત્રીના બોયફ્રેન્ડને થઈ જલન કરી આવી કોમેન્ટ, જુઓ વીડિયો
Orry danced with Janhvi Kapoor see video

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર હંમેશા લાઈમ લાઈટમાં રહેતી જોવા મળે છે. તે હંમેશા તેના ફેન્સનું ધ્યાન ખેંચે છે. આ વખતે પણ અભિનેત્રીએ કંઈક એવું કર્યું છે જેને જોઈને લોકો પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકતા નથી. જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ડાન્સ વીડિયો અપલોડ કર્યો છે. આમાં ‘ધડક’ એક્ટ્રેસ તેનો બેસ્ટ ફ્રેન્ડ ઓરી સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે બિગ બોસમાં એન્ટ્રી કરતા જ ઓરીની ખુબ જ ચર્ચા થઈ રહી છે અને જાન્હવી સાથેના ડાન્સ વીડિયો લોકોનું ધ્યાન ખેચી રહ્યા છે. બન્નેનું પરફોર્મન્સ જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે.

ઓરી જાહ્નવીનો ડાન્સ વીડિયો વાયરલ

એક્ટ્રેસ અવાર નવાર ડાન્સ સહિત મજાક મસ્તી ભર્યા વીડિયો તેના સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને તેના ડાન્સથી તો બધાને દિવાના બનાવી દે છે. હાલમાં જ જાહ્નવીએ તેની ખાસ મિત્ર ઓરી સાથે એક ડાન્સ વીડિયો શેર કર્યો અને બંનેનો આ ડાન્સ જોત જોતામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

બિગ બોસ 17 માં વાઇલ્ડ કાર્ડ તરીકે પ્રવેશ્યા પછી, ઓરહાન એટલે કે ઓરી દરેક જગ્યાએ ચર્ચામાં છે. સેલિબ્રિટી ફ્રેન્ડ તરીકે ઓળખાતો ઓરીએ આજે ​​અભિનેત્રી જ્હાન્વી કપૂર સાથેનો એક ડાન્સ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ઓરી જ્હાન્વી સાથે બાજીરાવ મસ્તાનીના ગીત પિંગા પોરી પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. બંને મસ્તીભરી સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યાં છે, જ્હાન્વી ઓરીને ડાન્સ શીખવી રહી છે અને ઓરી ડાન્સ સ્ટેપ્સ ફોલો કરી રહી છે. જ્હાન્વીએ સફેદ સૂટ અને તેની ઉપર પીળો દુપટ્ટો લગાવ્યો છે, જ્યારે ઓરીએ લાલ ટી-શર્ટ પહેરી છે.

જાહ્નવીના બોયફ્રેન્ડને કરી આવી કમેન્ટ

આ ડાન્સ વીડિયો પર ફેન્સ ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે જાહ્નવીના કહેવાતા રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ ખૂબ જ ફની કોમેન્ટ કરી છે, તેણે લખ્યું છે કે, ‘ખિલોના બના ખલનાયક’. કોમેન્ટ કરતી વખતે જાહ્નવીએ લખ્યું છે કે તમે મને બિગ બોસમાં જઈ ભૂલી ગયા છો, હું તમને મિસ કરી રહી છું. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે બિગ બોસ ઓરહાન અવતરમણિએ બોસ 17ના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે. ઘરમાં તેની એન્ટ્રી સાથે જ બિગ બોસનું વાતાવરણ બદલાઈ ગયું છે.

Published On - 9:29 am, Mon, 27 November 23

Next Article