કંગના રણોતની ઓફિસ પર બુલડોઝર ચલાવવાના કેસમાં બીએમસી કમિશનરને માનવ અધિકાર પંચની નોટિસ 

બૉલીવુડ અભિનેત્રી કંગના રણોત અને બીએમસીની તકરાર મામલે ગત મહિને મુંબઈ હાઈકોર્ટ તરફથી મળેલા ઝટકા બાદ હવે મહારાષ્ટ્ર માનવ અધિકાર પંચે બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલને હાજર થવા ફરમાન કર્યું છે. માનવ અધિકાર આયોગે કંગના રણોતની પ્રોપર્ટી પર બીએમસી દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તેની ફરિયાદ બાદ કમિશનરને આ નોટિસ આપવામાં આવી છે. એમ માનવામાં […]

કંગના રણોતની ઓફિસ પર બુલડોઝર ચલાવવાના કેસમાં બીએમસી કમિશનરને માનવ અધિકાર પંચની નોટિસ 
| Updated on: Dec 23, 2020 | 5:21 PM

બૉલીવુડ અભિનેત્રી કંગના રણોત અને બીએમસીની તકરાર મામલે ગત મહિને મુંબઈ હાઈકોર્ટ તરફથી મળેલા ઝટકા બાદ હવે મહારાષ્ટ્ર માનવ અધિકાર પંચે બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલને હાજર થવા ફરમાન કર્યું છે. માનવ અધિકાર આયોગે કંગના રણોતની પ્રોપર્ટી પર બીએમસી દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તેની ફરિયાદ બાદ કમિશનરને આ નોટિસ આપવામાં આવી છે. એમ માનવામાં આવી રહ્યું છે કે ઇકબાલસિંહ ચહલના નિર્દેશ પર બીએમસીએ કંગના રણોતની ઓફિસમાં તોડફોડ કરી હતી.

કંગનાની ઓફિસ સપ્ટેમ્બરમાં તૂટી હતી

આ વર્ષે સપ્ટેમ્બરમાં, BMC દ્વારા બાંદ્રા પશ્ચિમમાં પાલી હિલ રોડ પર કંગના રણોતની ઓફિસના  કથિત ગેરકાયદે બાંધકામને તોડફોડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેસીબી સાથે BMCની ટીમ તેની ઓફિસ તોડવા માટે પહોંચી હતી. બીએમસીએ કંગનાને ગેરકાયદે બાંધકામો અંગે નોટિસ મોકલી હતી અને માત્ર એક જ દિવસમાં જવાબ માંગ્યો હતો. કોઈ જવાબ ન મળતા  બીએમસીએ આગામી દિવસે તોડફોડ કરી હતી. જેના કારણે તેને સરકાર દ્વારા બદલાની કાર્યવાહી કહેવામાં આવી હતી.