Nora Fatehi Net Worth: કમાણીમાં બધા પર ભારી છે નોરા ફતેહી, એન્ડોર્સમેન્ટ અને આઇટમ ગીતોથી એકત્ર કર્યા આટલા કરોડ

બોલિવૂડની બહેતરીન અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) એ આજે ​​ભારતમાં પોતાનું નામ બનાવી લીધુ છે. અભિનેત્રી તેમના આઈટમ નંબર ગીતો માટે ખૂબ પ્રખ્યાત છે.

Nora Fatehi Net Worth: કમાણીમાં બધા પર ભારી છે નોરા ફતેહી, એન્ડોર્સમેન્ટ અને આઇટમ ગીતોથી એકત્ર કર્યા આટલા કરોડ
Nora Fatehi
| Edited By: | Updated on: Jun 21, 2021 | 6:04 PM

Nora Fatehi Net Worth: બોલિવૂડ(Bollywood)ની બહેતરીન અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) એ આજે ​​ભારતમાં પોતાનું નામ બનાવી લીધુ છે. અભિનેત્રી(Actress) તેમના આઈટમ નંબર ગીતો(Item Number Song) માટે ખૂબ પ્રખ્યાત છે. ચાલો તમને જણાવી દઈએ કે, નોરાનો જન્મ કેનેડામાં થયો હતો. જ્યાં તેમની સ્ટાઇલ જોઈને તેમના ચાહકો તેમના દિવાના થઈ જાય છે. નોરા ફતેહીએ હાર્ડી સંધુનું ગીત ‘ક્યા બાત હૈ’ થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

આ ગીતમાં નોરાના નખરાંઓને જોઈને દરેક તેમના દિવાના થઈ ગયા હતા, અભિનેત્રીનું આ ગીત જેવું હિટ બન્યું કે તરત જ તે ટી-સિરીઝના ઘણા ગીતોમાં દેખાવા લાગી. નોરાને ઘણી વાર બેસ્ટ ડાન્સરનો એવોર્ડ પણ મળ્યો છે. તો ચાલો જાણીએ નોરાની નેટવર્થ કેટલી છે અને તે બોલીવુડમાં કામ કરતી વખતે કેટલી કમાણી કરે છે.

નોરા ફતેહી એક ગીતમાં કામ કરવા માટે 40 લાખ રૂપિયા લે છે. આ બોલિવૂડ અને પંજાબ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કોઈપણ મોડેલ કરતા વધારે છે. એટલું જ નહીં, અભિનેત્રીનું ગીત ‘ગર્મી’ જેવું જ સોશિયલ મીડિયા પર હીટ બની ગયું હતું. તેમણે તેમની ફી વધારી દિધી હતી.

સોશિયલ મીડિયા પર બ્રાન્ડની જાહેરાત કરવા માટે નોરા 5 લાખ રૂપિયા લે છે. ચાલો તમને જણાવી દઈએ કે, આટલા ટૂંકા ગાળામાં નોરાએ બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે જેમાં વરુણ ધવન (Varun Dhawan), શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor), નેહા કક્કર (Neha Kakkar) અને જોન અબ્રાહમ (John Abraham) નો સમાવેશ થાય છે.

 

 

નોરાની નેટવર્થ

નોરા આજે બોલીવુડની સૌથી ડિમાન્ડમાં રહેવા વાળી અભિનેત્રી બની ચુકી છે. જેના કારણે તેમને સતત ઘણું કામ મળે છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે અભિનેત્રીની નેટવર્થ 1.5 મિલિયન ડોલરની નજીક છે. જેને આપણે રૂપિયામાં જોવા જઈએ તો આ રકમ 12 કરોડ રુપયા થાય છે. જ્યાં અભિનેત્રી સતત ચર્ચામાં બની રહે છે અને કામ કરતી રહે છે. નોરા દર વર્ષે 2 કરોડ રુપયાની કમાણી કરે છે. તાજેતરમાં જ તેમણે એક ફિલ્મનું શૂટિંગ પણ કર્યું છે. જેના કારણે હવે અભિનેત્રીની કમાણી દર વર્ષે વધી રહી છે.

નોરાની કારકિર્દી

નોરાએ બોલિવૂડની સાથે સાથે કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. શરૂઆતમાં, તેમને કામ કરવામાં ઘણી મુશ્કેલી થઈ હતી પરંતુ તેમણે ક્યારેય હાર માની નહીં અને હંમેશા કામ માટે સખત મહેનત કરી. નોરાના પરિવારમાં તેમના માતાપિતા અને એક ભાઈ છે. તેમણે પોતાના જોરદાર આઈટમ ગીતોથી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જેના કારણે તે આજે ખૂબ લોકપ્રિય છે.