Nora Fatehiને થયો હતો એવો અનુભવ કે ભારત છોડીને કેનેડા પાછી જવા કરી લીધી હતી બેગ પેક

નોરા ફતેહી પોતાના ડાન્સ માટે અને ડાંસ નંબર સોંગ્સ માટે જાણીતી છે. નોરા બોલીવૂડમાં નામ બનાવવા માટે કેનેડાથી ભારત આવી હતી. પરંતુ શરૂઆતના દિવસોમાં એણે ઘણી તકલીફો વેઠવી પડી હતી.

Nora Fatehiને થયો હતો એવો અનુભવ કે ભારત છોડીને કેનેડા પાછી જવા કરી લીધી હતી બેગ પેક
કાસ્ટિંગ ડીરેક્ટર નોરા પર ભડકી ગયા
| Edited By: | Updated on: Jan 08, 2021 | 12:53 PM

Nora Fatehi પોતાના ડાન્સ માટે અને ડાન્સ નંબર સોંગ્સ માટે જાણીતી છે. નોરા બોલીવૂડમાં નામ બનાવવા માટે કેનેડાથી ભારત આવી હતી. પરંતુ શરૂઆતના દિવસોમાં એણે ઘણી તકલીફો વેઠવી પડી હતી. નોરા સાથે એવી ઘટના ઘટી હતી કે તેણે ‘ઘર વાપસી’ની તૈયારીઓ કરી લીધી હતી. નોરા ફતેહીએ કરીના કપૂર સાથે ચેટ શો ‘What Women Want’ માં કહ્યું કે એક કાસ્ટિંગ ડિરેક્ટર તેનાં પર ભડકી ગયા હતા. અને તેના પર જોરથી બરાડ્યા હતા. આ ઘટનાથી નિરાશ થઈને નોરાએ કેનેડા પાછા જવાનો નિર્ણય કરી લીધો હતો.

ઘટનાથી નિરાશ થઈને નોરાએ કેનેડા પાછા જવાનો નિર્ણય કરી લીધો હતો

નોરા ફતેહીએ કરીનાના શોમાં ઘટના જણાવતા કહ્યું કે ‘એક કાસ્ટિંગ ડિરેક્ટરેને ભારત આવ્યાના કેટલાક સમય બાદ હું મળી હતી. કાસ્ટિંગ ડિરેક્ટરે એક વાર મને પોતાના ઘરે બોલાવી. ઘરે માત્ર ઠપકો આપવા, અને મારા પર બરાડવા માટે જ બોલાવી હતી. એણે મને કહ્યું કે તારામાં કોઈ ટેલેન્ટ નથી.’ આ શોમાં વાત કરતા સમયે નોરાએ ડિરેક્ટરનું નામ જણાવ્યું નહોતું. નોરા એ જણાવ્યું કે ‘કાસ્ટિંગ ડિરેક્ટરે મને કહ્યું કે તારા જેવા લોકો ઇન્ડસ્ટ્રીમાં બહુ છે. અમારી ઇન્ડસ્ટ્રી તારા જેવા લોકોથી હેરાન થઇ ગઈ છે.

Published On - 12:52 pm, Fri, 8 January 21