
'ડાન્સ દીવાને 3' ના સેટ પરથી નોરાની તસ્વીરો અને વીડિયો ઘણીવાર વાયરલ થાય છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નોરા ફતેહી તેમની તસ્વીરો અને વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે.

નોરા ફતેહીના ચાહકો અભિનેત્રીની ફિટનેસ અને અમેઝિંગ પોઝની તસ્વીરોથી ખૂબ જ ખુશ છે. આ તસ્વીરો પસંદ કરવા સાથે તેઓ તેમના પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી ટૂંક સમયમાં અજય દેવગન અને સોનાક્ષી સિંહા અભિનીત ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયામાં જોવા મળશે. આ દિવસોમાં નોરા ઘણા રિયાલિટી શોમાં જોવા મળી રહી છે.