નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) નું તાજેતરનું લોન્ચિંગને લઈને આજકાલ ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. અંબાણી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમની ભવ્યતા અને આતિથ્ય લોકોમાં ચર્ચાનો વિષય છે. આ કાર્યક્રમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાંના એક ફોટોમાં 500 રૂપિયાની નોટમાં મુકીને ચાટ પીરસવામાં આવી છે જે ફોટોમાં દેખાતી આ વસ્તુને ‘દૌલત કી ચાટ’ કહેવામાં આવી રહી છે. ઉત્તર ભારતમાં તે ખૂબ ફેમસ છે.
NMACC લોન્ચ કાર્યક્રમ દરમિયાન, ફોટામાં દેખાતી સ્વીટ ડીશ સાથે રૂ. 500ની નોટો મૂકવામાં આવી હતી. આ નોટો સાથે પાર્ટીમાં આવનાર મહેમાનોને આ વાનગી પીરસવામાં આવી હતી. કદાચ તમે પણ પહેલીવાર ફોટો જોઈને ચોંકી જશો. પરંતુ તમને જણાવી દઈએ કે આ 500 રૂપિયાની નોટો વાસ્તવીક નથી. મુંબઈના Jio વર્લ્ડ સેન્ટર ખાતે 1લી એપ્રિલે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ની લોન્ચિંગ પાર્ટીના અવસર પર બોલિવૂડ-હોલીવુડની સાથે સાથે ક્રિકેટ અને બિઝનેસ જગતની અનેક હસ્તીઓ હાજર રહી હતી.
આ દરમિયાન મહેમાનોને ભોજનમાં ખાસ ભારતીય થાળી પીરસવામાં આવી હતી. મહીપ કપૂરે પાર્ટીની એક તસવીર શેર કરી છે. આ ફોટામાં દેખાતી ચાંદીની થાળીમાં ઘણા બાઉલ રાખવામાં આવ્યા છે. આમાં તમે રોટલી, દાળ, પાલક પનીર, કઢી, હલવો, સ્વીટ ડીશ, પાપડ અને લાડુ વગેરે જેવી ઘણી વાનગીઓ જોઈ શકો છો.
પ્લેટ પર વાઇનનો ગ્લાસ પણ દેખાય છે. NMACCનું ઉદ્દઘાટન 31મી માર્ચે મુંબઈમાં થયું હતું. તે બીજા દિવસે એટલે કે 1 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલાકારો સિવાય સ્પોર્ટ્સ અને બિઝનેસ જગત સાથે જોડાયેલી તમામ હસ્તીઓએ પણ ભાગ લીધો હતો.
સુપરસ્ટાર રજનીકાંત, આમિર ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, વરુણ ધવન, સોનમ કપૂર, અનુપમ ખેર, જાવેદ અખ્તર, શબાના આઝમી, સુનીલ શેટ્ટી, શાહિદ કપૂર, વિદ્યા બાલન, આલિયા ભટ્ટ, દિયા મિર્ઝા, શ્રદ્ધા કપૂર, શ્રેયા ઘોષાલ, રાજુ હિરાણી, તુષાર કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સ, કૈલાશ ખેર અને મામે ખાન પણ તેમના સુરીલા અવાજો સાથે હાજર રહ્યા હતા.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…