Neha Dhupiaએ પુત્રને સ્તનપાન કરાવતો શેર કર્યો ફોટો, સાથે લખ્યો આ મેસેજ

નેહા ધૂપિયા આ મહિને પુત્રને જન્મ આપ્યો. હવે નેહાએ તેના પુત્ર સાથે પોતાનો ફોટો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરવાની સાથે નેહાએ એક મેસેજ પણ આપ્યો છે.

Neha Dhupiaએ પુત્રને સ્તનપાન કરાવતો શેર કર્યો ફોટો, સાથે લખ્યો આ મેસેજ
Neha Dhupia
| Edited By: | Updated on: Oct 27, 2021 | 11:33 PM

નેહા ધૂપિયા (Neha Dhupia)એ આ મહિનામાં એટલે કે 3જી ઓક્ટોબરે પુત્રને જન્મ આપ્યો છે. નેહા અને તેમના પતિ અંગદ બેદી (Angad Bedi)એ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હવે નેહાએ તેમના પુત્ર સાથેનો એક ખાસ ફોટો શેર કર્યો છે. ફોટામાં નેહા બાળકને સ્તનપાન કરાવી રહી છે. ફોટો શેર કરવાની સાથે નેહાએ હેશટેગ લખ્યું, ફ્રીડમ ટુ ફીડ.

 

આ ફોટો દ્વારા નેહા બ્રેસ્ટફીડિંગને પ્રમોટ કરી રહી છે. નેહાની પોસ્ટને માત્ર ફેન્સ જ નહીં, પરંતુ સેલેબ્સ તરફથી પણ પૂરો સપોર્ટ મળી રહ્યો છે. ફોટામાં તમે જોશો કે નેહા તેના બાળકને ફિડ કરાવતી વખતે હસતી હોય છે. જો કે આ દરમિયાન નેહાએ પુત્રનો ચહેરો છુપાવી દીધો હતો.

 

 

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે નેહા બ્રેસ્ટફીડિંગને સપોર્ટ કરી રહી છે. આ પહેલા વર્ષ 2019માં પણ નેહાએ આ મુદ્દે પર તેમને સપોર્ટ કર્યો હતો. તે દરમિયાન નેહાએ તેમની પુત્રી મેહર (Mehr)ને સ્તનપાન કરાવતી વખતે એક ફોટો શેર કર્યો હતો. તે સમયે મેહર 8 મહિનાની હતી. નેહાએ મહિલાઓને આ મુદ્દે ખુલીને વાત કરવાનું કહ્યું હતું. તે સમયે પણ નેહાને ફેન્સનો પૂરો સપોર્ટ મળ્યો હતો.

 

તમને જણાવી દઈએ કે નેહાએ વર્ષ 2018માં અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના થોડા મહિનાઓ બાદ નેહાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. પ્રેગ્નેન્સી દરમિયાન નેહાએ મહિલાઓને ફિટનેસ વિશે ઘણી પ્રેરિત કરી હતી. 2018માં પુત્રીના જન્મ બાદ નેહાએ આ વર્ષે ઓક્ટોબરમાં પુત્રને જન્મ આપ્યો હતો.

 

નેહાની પ્રોફેશનલ લાઈફ

નેહાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે સનક (Sanak) ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં વિદ્યુત જામવાલ (Vidyut Jammwal) લીડ રોલમાં હતા. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે નેહાએ થર્સ્ડે (A Thursday)માં જોવા મળશે.

 

આ ફિલ્મમાં નેહા એસીપીની ભૂમિકા ભજવી રહી છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં નેહાએ પ્રેગ્નન્ટ એસીપીની ભૂમિકા ભજવી છે. રસપ્રદ વાત એ છે કે નેહાને ફિલ્મમાં નકલી બેબી બમ્પની જરૂર નહોતી. ફિલ્મમાં તેમનો રિયલ બેબી બમ્પ જ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન બેહજાદ ખંબાતાએ કર્યું છે અને નેહા ધૂપિયા ઉપરાંત યામી ગૌતમ (Yami Gautan) અને ડિમ્પલ કપાડિયા (Dimple Kapadia) લીડ રોલમાં છે.

 

આ પણ વાંચો :- Hrithik Roshan ‘ક્રિશ 4’માં ફેલાવશે પોતાના અવાજનો જાદુ, ફિલ્મમાં જોવા મળશે શાનદાર એક્શન

 

આ પણ વાંચો :- Alia Bhatt અને Ranbir Kapoor ડિસેમ્બરમાં કરવાના છે લગ્ન? અભિનેતાએ મુલતવી રાખી ફિલ્મની શૂટિંગ