Neha Dhupia Net Worth : કરોડોની સંપત્તિની માલિક છે નેહા ધૂપિયા, બીજી વાર બનવાની છે માતા

બોલિવૂડ નેહા ધૂપિયા આજે (Neha Dhupia) પોતાનો 41 મો જન્મદિવસ ઉજવી રહી છે. નેહા ટૂંક સમયમાં ફિલ્મ એ થર્સડેમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે પ્રેગ્નન્ટ કોપની ભૂમિકામાં જોવા મળશે.

Neha Dhupia Net Worth : કરોડોની સંપત્તિની માલિક છે નેહા ધૂપિયા, બીજી વાર બનવાની છે માતા
Neha Dhupia
| Edited By: | Updated on: Aug 27, 2021 | 8:50 PM

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા (Neha Dhupia) તેમના શાનદાર અભિનય માટે જાણીતી છે. તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. નેહાએ મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીત્યા બાદ અભિનય જગતમાં પ્રવેશ કર્યો. આજે નેહા પોતાનો 41 મો જન્મદિવસ ઉજવી રહી છે. નેહાના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમની નેટવર્થ વિશે જણાવીએ છીએ. નેહાએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ટીવીની દુનિયાથી કરી હતી. જે બાદ તેમણે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. નેહાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કયામત: સિટી અંડર થ્રેટ ફિલ્મથી કરી હતી. આ પછી તે ફિલ્મ જુલીમાં દેખાઈ હતી અને આનાથી તેમને ઓળખ મળી હતી.

નેહા ધૂપિયાની નેટવર્થ

એક રિપોર્ટના અનુસાર, નેહા ધૂપિયા લગભગ 37 કરોડની પ્રોપર્ટીની માલિક છે. નેહાની મોટાભાગની કમાણી ફિલ્મો અને ટીવી ઉદ્યોગમાંથી આવે છે. આ સિવાય, તે પેનાસોનિક, ગીતાંજલિ ગ્રુપ, મોબાઇલ જેવી ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે.

નેહા ધૂપિયાની ફિલ્મો

નેહા બોલિવૂડમાં તે ઇચ્છિત સ્થાન હાંસલ કરી શકી નથી જે તે ઈચ્છતી હતી. તેમણે હિન્દીની સાથે સાથે પંજાબી, તેલુગુ, મલયાલમ જેવી ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે એક ચાલીસ કી લોકલ, ચુપ ચુપ કે, હેલિકોપ્ટર ઈલા, હિન્દી મીડિયમ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

તમને જણાવી દઈએ કે નેહા બીએફએફ વિદ વોગ ટોક શોને હોસ્ટ કરે છે. જેમાં તે બોલિવૂડ સેલેબ્સ સાથે તેમના અંગત જીવન વિશે વાત કરે છે. આ સિવાય નેહા રિયાલિટી શો એમટીવી રોડીઝને જજ કરે છે.

નેહા ધૂપિયાના અંગત જીવનની વાત કરીએ તો તેમણે વર્ષ 2018 માં અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા. અંગદ અને નેહાએ લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. અંગદ અને નેહાએ લગ્ન વિશે કોઈને જાણ થવા દીધી નહોતી. બંનેને એક પુત્રી મેહર છે. હવે નેહા બીજી વખત માતા બનવા જઈ રહી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને તેમની બીજી ગર્ભાવસ્થા વિશે માહિતી આપી હતી.

 

આ પણ વાંચો :- Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

આ પણ વાંચો :- New Song: ‘ભૂત પોલીસ’નું ટાઈટલ ટ્રેક ‘આઈ આઈ ભૂત પોલીસ’ રિલીઝ, જેકલીન સાથે સૈફ અને અર્જુને મચાવ્યો ધમાલ