Neetu Singh એ શેર કર્યો પરિવાર સાથે આલિયા ભટ્ટનો ફોટો, શરૂ થઈ ગઈ છે લગ્નની તૈયારીઓ ?

નીતુ કપૂરે શેર કરેલા ફોટામાં અભિનેત્રીનો પરિવાર દેખાઈ રહ્યો છે. ફોટામાં નીતુ ઉપરાંત પુત્ર રણબીર, પુત્રી રિધિમા અને દૌત્રી સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળી રહી છે.

Neetu Singh એ શેર કર્યો પરિવાર સાથે આલિયા ભટ્ટનો ફોટો, શરૂ થઈ ગઈ છે લગ્નની તૈયારીઓ ?
Neetu Kapoor Family Photo
| Edited By: | Updated on: Jun 28, 2021 | 6:46 PM

અભિનેત્રી નીતુ કપૂર (Neetu Kapoor) તેમના પ્રશંસકોના દિલો પર હંમેશા રાજ કરે છે. ઋષિ કપૂરના ગયા પછી હવે તેઓ ભલે એકલા પડી ગયા હોય, પરંતુ હવે તેમનો પરિવાર તેમની સાથે છે. તાજેતરમાં જ નીતુ કપૂરે તેમના પરિવારનો એક ખૂબ જ ખાસ ફોટો ચાહકો માટે શેર કર્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે.

નીતુ કપૂર સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નીતુ ઘણીવાર ચાહકો માટે ખાસ ફોટા વગેરે શેર કરતા રહે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના પુત્ર અને પુત્રી સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ જોવા મળી રહી છે.

નીતુના ફેમિલી ફોટોમાં મળ્યું આલિયાને સ્થાન

હાલમાં જ નીતુ કપૂરે શેર કરેલા ફોટામાં અભિનેત્રીનો પરિવાર દેખાઈ રહ્યો છે. ફોટામાં નીતુ ઉપરાંત પુત્ર રણબીર, પુત્રી રિધિમા અને દૌત્રી સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળી રહી છે. એટલે હવે નીતુએ આલિયા ભટ્ટને પણ તેમના ફેમિલી ફોટોમાં સમાવી લીધી છે.

ખાસ વાત એ છે કે ફોટો શેર કરતી વખતે નીતુએ લખ્યું છે કે મારી દુનિયા. નીતુ પહેલા પણ આલિયા સાથે તેમના પરિવારને શેર કરી ચુકી છે. પરંતુ આ વખતે આ ફોટો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને નીતુ કપૂરનો આ ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે.

નીતુ સિંહની આ પોસ્ટ અહીં જુઓ


આલિયા બનવા જઈ રહી છે પુત્રવધૂ

નીતુ દ્વારા ફોટો શેર કરાયો છે ત્યારથી જ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું જલ્દીથી આલિયા ભટ્ટ અભિનેત્રીની વહુ બનવાની છે. જો કે રણબીરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કોરોનાને કારણે બંનેના લગ્નમાં વિલંબ થયો છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે રણબીર અને આલિયા આ વર્ષે લગ્નનાં બંધનમાં બંધાઈ જશે.

તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે બંનેએ ખુલ્લેઆમ તેમના સંબંધોને સ્વીકારી લીધા છે. જ્યારે ઋષિ કપૂર વિદેશમાં સારવાર લઈ રહ્યા હતા, ત્યારે આલિયા હંમેશા રણબીર સાથે અભિનેતાને મળવા જતી. ઋષિના મોત પર પણ આલિયા ભટ્ટ કપૂર પરિવાર સાથે જોવા મળી હતી.