
ડ્રગ્સ કેસની તપાસ હજુ ચાલુ છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આર્યન ખાન બાદ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન NCB ની ટીમ ડ્રગ્સ કેસની પૂછપરછ માટે તેના ઘરે પહોંચી હતી. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન વિશે સોશિયલ મીડિયા યુઝર્સ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા હતા ત્યારે હવે અનન્યા પાંડેનું નામ પણ જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો એવા છે જે અનન્યાને સપોર્ટ કરી રહ્યા છે, જ્યારે કેટલાક એવા છે જે ફની રિએક્શન આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે અધિકારીઓએ અનન્યા પાંડેના ઘરની પણ તલાશી લીધી હતી અને આ દરમિયાન તેનું લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડ અભિનેત્રી જેના વિશે આર્યન ખાનની ડ્રગ્સ ચેટમાં સમાચાર આવ્યા તે અનન્યા પાંડે હતી. હવે NCB એ આજે 2 વાગ્યે ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવી છે.
તમને જણાવી દઈએ કે આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં મુંબઈમાં ક્રૂઝ પરથી ધરપકડ કરવામાં આવી હતી. હવે આ મામલે આર્યન 3 ઓક્ટોબરથી જેલમાં છે. ગઈકાલે (20-10-2021) આર્યન ખાનની જામીન અરજી મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. આ પછી આજે (21-10-2021) આર્યન ખાનના વકીલોએ તેના જામીન માટે બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
હવે આગામી સુનાવણી બોમ્બે હાઈકોર્ટમાં 26 ઓક્ટોબરે થશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગઇ કાલે સવારે શાહરૂખ ખાન ખુદ પોતાના પુત્ર આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની વાતચીત લગભગ 19 મિનિટ સુધી ચાલી હતી.
આ પણ વાંચો-
આ પણ વાંચો –
આ પણ વાંચો –