NCB એ સુશાંત સિંહ રાજપૂતના મિત્ર ઋષિકેશ પવારની પૂછપરછ માટે કરી અટકાયત

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ડ્રગ કેસમાં NCB તપાસ કરી રહી છે. મળેલી જાણકારી અનુસાર NCB સુશાંત સિંહ રાજપૂતના મિત્ર ઋષિકેશ પવારને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

NCB એ સુશાંત સિંહ રાજપૂતના મિત્ર ઋષિકેશ પવારની પૂછપરછ માટે કરી અટકાયત
ઋષિકેશ પવાર
| Edited By: | Updated on: Feb 02, 2021 | 12:55 PM

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલીવૂડના ઘણા સિતારા ડ્રગ કેસમાં ફસ્યા છે. આ બાબતે NCB આગળ તપાસ કરી રહી છે. મળેલી જાણકારી અનુસાર NCB સુશાંત સિંહ રાજપૂતના મિત્ર ઋષિકેશ પવારને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે ડ્રગ્સના કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એનસીબી એ જાણવાની કોશિશ કરી રહ્યું છે કે શું તે સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરવામાં ઋષિકેશનો પણ હાથ હતો કે કેમ.

 

 

ઋષિકેશ પવાર 7 જાન્યુઆરીથી ફરાર હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે તેની તપાસ માટે ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. બાદમાં NCBને સફળતા મળી છે અને હવે ઋષિકેશને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

તપાસમાં નામ સામે આવ્યું હતું

ઋષિકેશ પવારનું નામ ડ્રગ્સ પેડલર દ્વારા આપવામાં આવ્યું હતું. જે બાદ એનસીબી દ્વારા ઋષિકેશને સમન્સ મોકલવામાં આવ્યું અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુશાંતના સ્ટાફ દીપેશ સાવંતે પણ પૂછપરછ દરમિયાન ઋષિકેશ પવારનું નામ લીધું હતું. ડ્રગના વેપારીના નિવેદનમાં તેણે આરોપ મુક્યો હતો કે ઋષિકેશ સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

ઓનલાઇન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઋષિકેશ પવારની ધરપકડનો અંદાજો હતો. જેના ડરથી તેમને પોતાના વકીલ દ્વારા આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે, એનડીપીએસ કોર્ટે ઋષિકેશની જામીનની અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ એનસીબીએ તેની શોધ શરૂ કરી હતી. એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ એક ન્યૂઝ સંસ્થને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તેમની ટીમ ઋષિકેશ પવારની શોધ કરી રહી છે. ઋષિકેશએ સુશાંત સિંહ રાજપૂત સાથે થોડો સમય કામ કર્યું હતું. ત્યારબાદ અભિનેતાએ 2018 માં તેને કામમાંથી છૂટો કરી દીધો હતો.