Tiku Weds Sheru Review: બોલિવૂડનું નામ લેતા જ આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઘણા મોટા કલાકારો અને તેમની ફિલ્મો યાદ આવી જાય. જો કે, આ કલાકારોને સ્ટાર બનાવા પાછળ ઘણા એવા લોકોનો હાથ છે, જે કેમેરાની પાછળ રહે છે અને કામ કરી એક કલાકારને સ્ટાર બનાવે છે. મોટાભાગની ફિલ્મોમાં આપણે જુનિયર કલાકારોને પણ બોલિવુડમાં ડેબ્યુ કરતા જોઈએ છીએ. ત્યારે મુંબઈમાં એક જુનિયર કલાકારનું મોટા પડદાના સુપરસ્ટાર બનવાનું સપનું હોય છે. પરંતુ આ સપનું પૂરું કરવા માટે માત્ર થોડા જ લોકો સક્ષમ છે.
આવા જ એક જુનિયર કલાકારની વાર્તા છે ‘ટીકુ વેડ્સ શેરુ’. નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની આ રોમકોમ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. કંગના રનૌત દ્વારા નિર્મિત આ ફિલ્મ જોતા પહેલા તેના રિવ્યૂ જરૂર વાંચી લેજો.
બે રસપ્રદ પાત્રોની આ સમગ્ર સ્ટોરી છે ટીકુ અને શેરુ. શેરુ મુંબઈમાં રહેતો એક જૂનિયર કલાકાર છે, જે તેની ઓવર એક્ટિંગને કારણે દરેક સીનમાં રિપ્લેસ થઈ જાય છે, આ એક્ટર આ શહેરમાં ટકી રહેવા માટે ઘણા ખોટા કામ કરે છે. જો કે તેનું સપનું ડાયરેક્ટર બનવાનું છે, પરંતુ જુનિયર અભિનેતા કરતાં તેની ઓળખ એક દલાલ તરીકે થાય છે, જે તેના મિત્ર આનંદ (મુકેશ ભટ્ટ) સાથે ધનવાન અને મોટા રાજકીય નેતાઓને છોકરીઓ સપ્લાય કરે છે.
પોતાની ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં લીધેલી લોનના બોજ હેઠળ દટાયેલા શેરુના લગ્ન માટે એમપીના ટીકુની આવે છે, જે છે. બોયફ્રેન્ડ હોવા છતાં, ટીકુ મુંબઈમાં હિરોઈન બનવાના સપનાને કારણે શેરુ સાથે લગ્ન કરવા માટે હા કહે છે. જોકે, જ્યારે તે મુંબઈ આવે છે ત્યારે તેને ખબર પડે છે કે તે જેના માટે મુંબઈ આવી છે તે બોયફ્રેન્ડ પહેલેથી જ પરિણીત છે. આ દરમિયાન તેને બીજો મોટો આંચકો લાગે છે. હવે ટીકુ અને શેરુના જીવનમાં તોફાન આવે છે ત્યારે શું જુઠ પર બનેલો સંબંધ ક્યા સુધી ચાલે છે તેની આ સમગ્ર સ્ટોરી છે આ બધા સવાલોના જવાબ જાણવા માટે તમારે આ ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ જોવી પડશે.
આ એક એવી ફિલ્મ છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે છોકરીઓને હિરોઈન બનવાની તક આપવાનું વચન આપીને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે, આપણે વર્ષોથી આ પ્રકારનો ટ્રેક જોતા આવ્યા છીએ અને આ ફિલ્મમાં પણ તે જ રીપીટ કરવામાં આવ્યુ છે. પણ આ વાર્તા ‘ટીકુ વેડ્સ શેરુ’નો કોન્સેપ્ટ સારો હતો. પરંતુ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન તેને કંટાળાજનક બનાવે છે. આ સ્ક્રિપ્ટ પર વધુ કામ કરવાની જરૂર હતી. અમુક કોમેડી સીન્સમાં હાસ્ય જરા પણ હોતું નથી, જ્યારે અમુક સીન તદ્દન તર્ક પર છે.
શેરુના રોલમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાનું 100 ટકા આપ્યું છે. નવાઝે શેરુના ખોટા સ્વેગ, અંગ્રેજી બોલવાની એક્ટિંગ, પરિવારને ખુશ રાખવા શેરુનો સંઘર્ષ ખૂબ જ અસરકારક રીતે રજૂ કર્યો છે. અવનીત કૌર પણ તેના રોલમાં જબરદસ્ત એક્ટિંગ કરી રહી છે. પરંતુ નવાઝુદ્દીનની આસપાસ ફરતી આ વાર્તા અવનીત અન્ય પાત્રોને વધુ મહત્વ આપતી નથી. છતાં ઝાકીર હુસૈન, મુકેશ એસ. ભટ્ટ વિપિન શર્મા અને અન્ય કલાકારો તેમની ભૂમિકાઓ સાથે ન્યાય કરવાનો પ્રયાસ કરે છે.
ફિલ્મની સિનેમેટોગ્રાફી આ નાટકનો અસલી હીરો છે, જ્યારે સંગીતની વાત કરવામાં આવે તો આ ગીતો કંઈ ખાસ કમાલ કરતા નથી, પરંતુ ફિલ્મનું છેલ્લું ગીત દર્શકો માટે સરપ્રાઈઝ લાવે છે. એડિટિંગ ટેબલ પરની આ ફિલ્મ પર વધુ મહેનત કરવી જોઈતી હતી.
જો તમે નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરના ચાહક છો, તો તમે તમારા મનપસંદ કલાકારો માટે આ ફિલ્મ ચોક્કસ જોઈ શકો છો.
સામાન્ય રીતે જુનિયર કલાકારોના જીવનની વાર્તાઓ દર્શકોને ભાવુક બનાવી દે છે, પરંતુ ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ તેના દર્શકો સાથે આટલું ભાવનાત્મક જોડાણ બનાવી શકી નથી. જ્યારે ટીકુને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. જો કે તેનું દર્દ આપણા હૃદય સુધી પહોંચતું નથી. ફિલ્મના ટ્રેલરમાં લિપલોક જોઈને તમે રોમાન્સની અપેક્ષા રાખો તો પણ તે નકામું છે.
‘ફેશન’ જેવી હાર્ડ-હિટિંગ ફિલ્મ કરનાર કંગના રનૌત દ્વારા નિર્મિત ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ ફિલ્મ દરેક વળાંક પર નિરાશ કરે છે. કંગનાનો કેમિયો પણ આ ફિલ્મને બચાવવામાં નિષ્ફળ રહ્યો છે.