‘નાગિન’ એક્ટ્રેસ MOUNI ROY જલ્દી જ બંધાઈ શકે છે લગ્નગ્રંથિથી, જાણો કોણ છે દુલ્હો

એક તરફ ખબર આવી રહી છે કે, વરુણ ધવન(VARUN DHWAN) તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ(NATASHA DALAL) સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તો બીજી તરફ ખબર આવી રહી છે કે મૌની રૉય (MOUNI ROY) પણ જલ્દી જ લગ્ન કરી શકે છે.

નાગિન એક્ટ્રેસ MOUNI ROY જલ્દી જ બંધાઈ શકે છે લગ્નગ્રંથિથી, જાણો કોણ છે દુલ્હો
મૌની રૉય જલ્દી જ કરી શકે છે લગ્ન
| Edited By: | Updated on: Jan 17, 2021 | 2:03 PM

એક તરફ ખબર આવી રહી છે કે, વરુણ ધવન(VARUN DHWAN) તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ(NATASHA DALAL) સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તો બીજી તરફ ખબર આવી રહી છે કે મૌની રૉય (MOUNI ROY) પણ જલ્દી જ લગ્ન કરી શકે છે. મૌની રોય તેની લાઈફની ઍક નવી શરૂઆત કરવા જઈ રહી છે.

મૌની રૉયએ આખું લોકડાઉન તેની બહેન સાથે દુબઈમાં(DUBAI) જ વિતાવ્યું છે. આ દરમિયાન મૌની રૉયની મુલાકાત દુબઈ સ્થિત બેંકર સૂરજ નંબિયાર (SURAJ NAMBIAR) સાથે મુલાકાત થઈ હતી. બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. મૌની અને સૂરજ જલ્દી જ લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા છે.

મૌની રોય ઘણીવાર તેની એક ખૂબસૂરત અને બોલ્ડ(BOLD) તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. એક્ટ્રેસના નજીકના લોકો કહે છે કે સૂરજ માત્ર મૌનીની પસંદગી જ નથી પરંતુ તેના માતા-પિતા પણ તેમને ખૂબ જ પસંદ છે અને બંને પરિવારો તરફથી લગ્ન માટે લીલી ઝંડી મળી છે.

જણાવી દઈએ કે, મૌની અને સૂરજના અફેરની ચર્ચા પહેલા પણ થઈ ચૂકી છે. પરંતુ આ મામલે મૌનીએ મૌન જ રાખ્યું હતું. 2019માં સૂરજને ડેટ કરવાની ખબર પર મૌનીએ કહ્યું હતું કે, તે આ સમયે ફકર કરિયર પર ફોકસ કરી રહી છે. સૂરજ સાથે મૌનીના લગ્નની ખબરમાં કેટલું સત્ય છે તે તો આવનારો સમય જ બતાવશે.

મૌની રોયના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ બ્રહ્માસ્ત્રમાં વિલનના રોલમાં નજરે આવશે. આ સાથે જ તે અન્ય પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. મૌની ટીવી પર જાણીતો ચહેરો રહી ચૂકી છે.