Naagin 6 : તેજસ્વી પ્રકાશે કહ્યું કે, ‘બિગ બોસ શો’એ મને આકર્ષક દેખાવામાં મદદ કરી

નાગિન 6 : 'નાગિન 6' ફેમ લોકપ્રિય અભિનેત્રી તેજસ્વી પ્રકાશે તેની વજન ઘટાડવાની જર્ની વિશે વાત કરી છે. તેણીએ જણાવ્યું કે છે કે, બિગ બોસ શોએ તેને આકર્ષક દેખાવામાં મદદ કરી છે.

Naagin 6 : તેજસ્વી પ્રકાશે કહ્યું કે, બિગ બોસ શોએ મને આકર્ષક દેખાવામાં મદદ કરી
Tejaswi Prakash (File Photo)
| Edited By: | Updated on: Apr 11, 2022 | 8:35 PM

ટેલીવુડની (Tellywood) હાલમાં સૌથી લોકપ્રિય ગણાતી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ (Tejaswi Prakash)અત્યારે એકતા કપૂરના (Ekta Kapoor) ફેંટેસી શો ‘નાગિન 6’માં નાગિનની મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળે છે. અભિનેત્રીએ તાજેતરમાં તેના ફિટ લુક વિશે વાત કરી અને ખુલાસો કર્યો હતો કે, બિગ બોસ શોએ તેને વજન ઘટાડવામાં મદદ કરી હતી. અભિનેત્રી તેજસ્વી પ્રકાશ હવે તેના ફિટ લુકથી ખુશ છે અને કહે છે કે તેનું વજન ઘટવાથી તેને આકર્ષક દેખાવામાં મદદ મળી છે.

ETimes સાથેના એક ઈન્ટરવ્યુમાં, તેજસ્વીએ કહ્યું કે, “મારી સાથે બિગબોસના ઘરમાં જે પ્રકારની વસ્તુઓ થઈ હતી, ત્યારે હું સારી રીતે ખાઈ શકતી ન હતી. મેં બિગબોસના ઘરમાં ઘણું વજન ઘટાડ્યું છે અને પછી મને નાગિન 6 માટે ઑફર મળી. આ શોમાં સૌથી મહત્વની બાબત એ છે કે, નાગિન ઇચ્છનીય અને ફિટ દેખાવી જોઈએ. મને ખુશી છે કે હું મારા જૂના દેખાવને દૂર કરી શકી કારણ કે મેં વજન ઘટાડ્યું છે અને લોકો શોમાં મારા ગ્લેમલૂકને ખૂબ પ્રેમ કરી રહ્યા છે.”

તેજસ્વીએ એમ પણ ઉમેર્યું હતું કે, ‘પેહરેદાર પિયા કી’ સહિતના તેના ભૂતકાળના શો ઘણા વિવાદોમાં આવ્યા હતા, પરંતુ તેણી પ્રેક્ષકો સાથે તાલ મિલાવવામાં સફળ રહી છે. તેણીએ જાહેર કર્યું કે તેણીના ભૂતકાળના શોએ તેણીને આજે બિગ બોસ, ખતરોં કે ખિલાડી અને નાગિન 6 મેળવવામાં મદદ કરી છે.

અત્યારે, તેજસ્વી પ્રકાશ કરણ કુન્દ્રા સાથે તેમની રિલેશનશિપમાં ખૂબ ખુશ છે અને તેઓ ટેલીવુડમાં ક્યુટેસ્ટ કપલ ગણાય છે, તેજસ્વીએ કહ્યું કે તે ખુશ છે કે લોકો તેમને એક સ્ટાર કપલ તરીકે આટલો બધો પ્રેમ કરે છે અને કહ્યું કે તેઓ લોકો તરફથી આટલું અટેન્શન અને પ્રેમ મેળવીને ધન્યતા અનુભવે છે.

જો કે, વર્ક ફ્રન્ટ પર જોઈએ તો, કરણ કુન્દ્રા ‘ડાન્સ દીવાને જુનિયર્સ’માં હોસ્ટ તરીકે જોવા મળશે. જ્યારે તેજસ્વી પ્રકાશ અત્યારે ‘નાગિન 6’માં ‘સર્વશ્રેષ્ઠ શેષ નાગિન’ પ્રથાની ભૂમિકા ભજવી રહી છે.

આ પણ વાંચો – નાગિન 6 : દેશ બચાવતી વખતે નાગિન રિષભના પ્રેમમાં પડી ચુકી છે, ટૂંક સમયમાં થશે પ્રેમીઓનું મિલન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો