તારક મહેતા સિરિયલની બબીતા, જેઠાલાલની નહીં પરંતુ આ દિગ્ગજ કોમેડિયનની છે મોટી ફેન: વિડીયો કર્યો શેર

લોકપ્રિય અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયામાં ખુબ એક્ટીવ રહે છે. તાજેતરમાં તેણે દિગ્ગજ અભિનેતા જોની લીવરનો વિડીયો શેર કરીને તેમના વખાણ કર્યા.

તારક મહેતા સિરિયલની બબીતા, જેઠાલાલની નહીં પરંતુ આ દિગ્ગજ કોમેડિયનની છે મોટી ફેન: વિડીયો કર્યો શેર
Munmun dutta said that she is the fan of Johnny lever
| Updated on: Jul 19, 2021 | 11:58 AM

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta ka ooltah chashmah) છેલ્લા કેટલાય વર્ષોથી લોકપ્રિય શો રહ્યો છે. આ સિરિયલના ઘણા પાત્રો એવા છે જેના ફેન્સ લાખોમાં છે. તેમાંથી પહેલું નામ આવે જેઠાલાલ. અને જેઠાલાલના (Jethalal) નામ સાથે ફેન્સને યાદ આવી જતા હોય છે બબીતાજી (Babita). તમને જણાવી દઈએ કે બબીતાનો રોલ સિરિયલમાં મુનમુન દત્તા (Munmun Dutta) ભજવે છે. મુનમુન દત્તા શો સિવાય સોશિયલ મીડિયાથી પણ ઘણી લોકપ્રિયતા મેળવે છે. મુનમુન અવાર નવાર ફેન્સ સાથે તેની તસ્વીરો અને તેના વિચારો શેર કરતી રહે છે.

તાજેતરમાં મુનમુને એક વિડીયો શેર કર્યો છે અને બોલીવુડના દિગ્ગજ અભિનેતાના વખાણ કર્યા છે. અને જાહેર કર્યું છે  કે મુનમન આ અભિનેતાની ખુબ મોટી ફેન છે. આ દિગ્ગજ અભિનેતાનું નામ છે જોની લીવર (Johnny lever). અભિનેત્રીએ જોનીનો વિડીયો પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરીને લખ્યું છે, “ભલે તેઓ (જોની) માત્ર 2 સીનમાં જ હોય તેમ છતાં એમના માટે હું અને મારો ભાઈ દરેક ફિલ્મ જોતા હતા. ખરેખર હું બહુ મોટી ફેન છું.”

Munmun dutta said that she is the fan of Johnny lever

વાત જાણે એમ છે કે જોની લીવરે તેના પુત્ર સાથે એક વિડીયો ડબ કર્યો હતો. જે જોની લીવરના પોતાના જ મૂવી આવારા પાગલ દીવાનાના એક સીનનો છે. આ વિડીયોમાં જોનીએ પોતાનું જ પાત્ર ભજવ્યું છે. જ્યારે તેના પુત્રએ પરેશ રાવલનું પાત્ર ભજવ્યું છે. આ કોમેડી વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

મુનમુન દત્તા વારંવાર સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક શેર કરતી રહે છે. જેમાં ઘણીવાર તે વિવાદોમાં પણ ફસાય છે. તો ઘણીવાર ટ્રોલ પણ થાય છે. તેમ છતાં મુનમુન ખુબ મોટી ફેન લીસ્ટ ધરાવે છે. બબીતાજીની દરેક પોસ્ટ પર ફેન્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપતા રહે છે.

આ અગાઉ પણ બબીતાએ તેના મડ બાથનો અનુભવ શેર કર્યો હતો. જૂની તસ્વીરો શેર કરીને બબીતાએ મડ બાથની યાદો તાજા કરી હતી.

 

આ પણ વાંચો: Mud Bath: તો આ છે બબીતાની સુંદરતાનું રહસ્ય! જાણો નેચરોપથીમાં ‘કાદવ સ્નાન’ના કેટલા છે ફાયદા 

આ પણ વાંચો: એવું તો શું થયું મીકા સિંહની કાર સાથે કે અડધી રાત્રે એકઠા થઇ ગયા 200 જણા? જુઓ Viral Video

Published On - 11:55 am, Mon, 19 July 21