Mimi: પ્રેગ્નેન્ટ સ્ત્રીની ભૂમિકા નિભાવવા માટે Kriti Sanon એ વધાર્યું હતું 15 કિલો વજન, વીડિયો જોઈને ચોંકી જશો

ક્રિતી સેનને ફિલ્મ મિમીની મેકિંગ દરમિયાનનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, ક્રિતી તમને જણાવશે કે કેવી રીતે તેમણે તેના પાત્ર માટે 15 કિલોગ્રામ વજન વધાર્યું છે.

Mimi: પ્રેગ્નેન્ટ સ્ત્રીની ભૂમિકા નિભાવવા માટે Kriti Sanon એ વધાર્યું હતું 15 કિલો વજન, વીડિયો જોઈને ચોંકી જશો
Kriti Sanon
| Edited By: | Updated on: Jul 15, 2021 | 6:33 PM

ક્રિતી સેનન (Kriti Sanon) ટૂંક સમયમાં ફિલ્મ મિમી (Mimi) માં જોવા મળશે. આ ફિલ્મમાં ક્રિતી સરોગેટ મધરની ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ(Film Tailor Release) થયું છે જેને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. આ પાત્ર ક્રિતી માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ પહેલા તેમણે આ કદી કર્યું નથી અને સાથે તેના માટે તેમણે ખૂબ મહેનત કરી છે.

સગર્ભા સ્ત્રી(Pregnant lady)ની ભૂમિકા નિભાવવા માટે, ક્રિતીએ 15 કિલોગ્રામ વજન વધાર્યું હતું. અભિનેત્રી માટે આ ખુબ મોટી બાબત છે. ક્રિતીને ફિલ્મના ડાયરેક્ટર દ્વારા આવું કરવા કહેવામાં આવ્યું હતું. હવે ક્રિતીનો આ ટ્રાન્સફોર્મેશનનો વીડિયો સામે આવ્યો છે, કે કેવી રીતે તે હંમેશા વજન વધારવા માટે સેટ પર જ ખાતી હતી.

વીડિયોની શરુઆત થાય છે ક્રિતી સેનનથી જે ઘણા રસગુલા ખાઈ રહી છે. તેઓ કેમેરા તરફ જોઈને બોલે છે રસ વિનાના રસગુલ્લા. આ પછી, ક્રિતી કહે છે કે લક્ષ્મણ સરે કહ્યું છે કે ક્રિતી તારે 15 કિલો ગ્રામ વજન વધારવાનું છે, તેથી મેં કહ્યું કે વાહ આને કહે છે તૈયારી. ત્યારબાદ કૃતિ સેટ પર જમતી જોવા મળી રહી છે. તે આખો સમય ખાતી જોવા મળે છે. આ પછી ડાયરેક્ટર કહે છે કે અમે બધા ક્રિતીને ફકત ખવડાવતા હતા.

પોતાનું ટ્રાન્સફોર્મેશન જોઈને થઈ ખુશ

ક્રિતી કહે છે કે હું બધું ખાઈ રહી હતી ચોકલેટ, ચિપ્સ, મીઠાઈ જે અમને ખાવાની મનાઈ કરવામાં આવે છે. ત્યારે ડાયરેક્ટર કહે છે કે જ્યારે ક્રિતીનું વધતું વજન અમે જોયું તો, ત્યારે અમે કહ્યું કે હા તે વાસ્તવિક રીતે ગર્ભવતી દેખાઈ રહી છે. અંતમાં, ક્રિતી કહે છે કે સાચું કહું તો, આજે જ્યારે હું સ્ક્રીન પર પોતાને વધેલા વજન સાથે જોઉં છું ત્યારે હું ખુશ છે કે સારુ થયું અમે તે કર્યું કારણ કે સ્ક્રીન પર બધું વાસ્તવિક દેખાઈ રહ્યું છે જે પાત્ર માટે હોવું જોઈએ.

અહીં જુઓ વીડિયો watch video here

તેમના પાત્ર અંગે ક્રિતીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ‘મેં એક યંગ યુવતીનું પાત્ર ભજવ્યું છે, જે બોલિવૂડ અભિનેત્રી બનવા માંગે છે. મિમીને તેના પોતાના કેટલાક સપના છે અને તે પૂરા કરવા માટે, તે સરોગેટ મધર બનવા તૈયાર થાય છે. ફિલ્મની સ્ક્રીપ્ટ ખૂબ જ સુંદર છે અને ફિલ્મનો પહેલો હાફ નરેશન સાંભળ્યા પછી મેં ફિલ્મ કરવા માટે હા પાડી દિધી હતી.

 

ફિલ્મમાં કામનો એક્સપિરિયન્સ

ફિલ્મમાં કામ કરવાના અનુભવ અંગે ક્રિતીએ કહ્યું હતું કે ‘ આ પાત્રને કારણે મને થોડો નવો અનુભવ મળ્યો, એક અભિનેત્રી હોવાને કારણે, મને ઘણી મનોરંજક લાગણીઓનો અહેસાસ થયો જે મને મારા વાસ્તવિક જીવનમાં ક્યારેય નહોતો થયો. હું આ માટે લક્ષ્મણ સરની ખૂબ આભારી છું.

લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ક્રિતી ઉપરાંત પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi), સુપ્રિયા પાઠક (Supriya Pathak) અને મનોજ પાહવા (Manoj Pahwa) મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.