Mimi release : ક્રિતી સેનનની ફિલ્મ ‘મિમી’ ચાર દિવસ પહેલા થઈ રિલીઝ, જાણો ક્યા જોઈ શકો છો મૂવી

તમને જણાવી દઈએ કે ફિલ્મ મિમી 30 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ જિયો સ્ટુડિયોઝ અને નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને ક્રિતી સેનન સાથે મનોજ પાહવા અને સુપ્રિયા પાઠક પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા છે.

Mimi release : ક્રિતી સેનનની ફિલ્મ મિમી ચાર દિવસ પહેલા થઈ રિલીઝ, જાણો ક્યા જોઈ શકો છો મૂવી
Mimi
| Edited By: | Updated on: Jul 26, 2021 | 9:53 PM

પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) અને ક્રિતી સેનન (Kriti Sanon) અભિનીત ફિલ્મ મિમી (Mimi) ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 30 જુલાઈએ નેટફ્લિક્સ અને જિયો સિનેમા પર રિલીઝ થવાની હતી. પરંતુ નિર્માતાઓએ ચાહકોને મોટું આશ્ચર્ય આપ્યું છે, આ ફિલ્મ 4 દિવસ પહેલા ચાહકો માટે રીલિઝ થઈ છે.

કોઈને પણ આશંકા નહોતી કે ફિલ્મને તેની રિલીઝ ડેટના 4 દિવસ પહેલા અચાનક રજૂ કરવામાં આવશે. આજે ફિલ્મ ક્રિતી સેનનના જન્મદિવસ (27 જુલાઈ) ના એક દિવસ પહેલા રિલીઝ થઈ છે. મીમીની અચાનક રજૂઆતથી ચાહકો ખૂબ ખુશ છે.

મૂવી થઈ રિલીઝ

તમને જણાવી દઈએ કે આજે ક્રિતી સેનન અને પંકજ ત્રિપાઠી સહિત ફિલ્મની આખી ટીમ ઈન્સ્ટાગ્રામ પર લાઇવ થઈ હતી. જેમાં ચાહકોને ખુશી આપવા વાળી આ મોટી જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ 26 જુલાઇના રોજ સાંજે 6.30 વાગ્યે નેટફ્લિક્સ અને જિયો સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવી છે.

ફિલ્મના રિલીઝ થવાની માહિતી ખુદ અભિનેતા પંકજ કૂપરે પણ ચાહકોને ઈન્સ્ટાગ્રામ પર આપી છે. ફિલ્મના પોસ્ટરને શેર કરતી વખતે પંકજે લખ્યું છે કે મોટી સરપ્રાઈઝ અહીં છે… આ પોસ્ટરમાં લખ્યું છે કે સમય પહેલા ડિલિવરી થઈ ચુકી છે.

 

 


ફિલ્મ ‘મીમી’ શું છે

ચાલો તમને જણાવી દઇએ કે ફિલ્મ મિમીની આખી સ્ટોરી ક્રિતી સેનનની આસપાસ ફરે છે. મિમી એક નાનકડા શહેરમાં રહેવા વાળી એક ડાન્સર છે જે સરોગેટ માતા બને છે. કૃતિ સેનન પૈસા માટે પંકજ ત્રિપાઠીની સલાહથી એક વિદેશી દંપતીની સરોગેટ માતા બનવા તૈયાર થઈ જાય છે. તે જે કપલ માટે પ્રેગ્નેન્ટ થાય છે તે બાળકને લેવાનો ઇનકાર કરે છે, આ પછી શરુ થાય છે મિમીના દર્દની સફર.

આ ફિલ્મમાં ઘણા બધા ઉતાર-ચઢાવ આવે છે એટલું જ નહીં, આ ફિલ્મમાં હાસ્ય પણ છે અને દુ:ખ પણ. ફિલ્મમાં ક્રિતી સેનનનો અભિનય પ્રશંસનીય છે. ક્રિતીની અભિનયમાં જેટલી પ્રશંસા કરવામાં આવે ફિલ્મ માટે ઓછી હશે. લક્ષ્મણ ઉટેકર દિગ્દર્શિત આ ફિલ્મમાં સાઇ તમ્હંકર અને મનોજ પાહવા પણ હાજર છે, તે મરાઠી ફિલ્મ ‘માલા આઈ વ્હાયચી’ ની રીમેક છે. આ ફિલ્મ માટે ક્રિતીએ સરોગેટ માતાની ભૂમિકા નિભાવવા માટે 15 કિલો વજન વધાર્યું હતું.