એવું તો શું થયું મીકા સિંહની કાર સાથે કે અડધી રાત્રે એકઠા થઇ ગયા 200 જણા? જુઓ Viral Video

શનિવારે રાત્રે, જ્યારે મીકા સિંહ અને અંકશા પુરી રાહુલ અને દિશાના સંગીત પ્રસંગથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની કાર બંધ પડી ગઈ. જે બાદ વિડીયો સામે આવ્યો છે, જેમાં ટેની મદદ માટે લોકો એકઠા થઈ ગયા હતા.

એવું તો શું થયું મીકા સિંહની કાર સાથે કે અડધી રાત્રે એકઠા થઇ ગયા 200 જણા? જુઓ Viral Video
Mika Singh's car broke down in the mumbai rain
| Edited By: | Updated on: Jul 19, 2021 | 9:08 AM

બોલીવુડના જાણીતા સિંગર મીકા સિંહ (Mika Singh) આ દિવસોમાં તેમના નવા ગીતો અને સોશિયલ મીડિયા પર તેની નવી સ્ટાઇલને લઈને ચર્ચામાં છે. જ્યાં હવે તેમનો એક નવો વીડિયો સામે આવ્યો છે. મીકા સિંહનો (Mika Singh) આ વિડીયો (Viral Video) પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સિંગર તેમની કારમાં બેઠા છે અને આજુબાજુ ભીડ જોવા મળી રહી છે. કહેવાઈ રહ્યું છે કે તે સમયે તેમની ગાડી ખરાબ થઇ ગઈ હતી.

શનિવારથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં રવિવાર રાત્રે એક વિડીયો સામે આવ્યો જેમાં મીકા સિંહ પોતાની કારમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની હમર કાર બંધ પડી ગઈ હતી. જે બાદ લોકો મીકાની મદદ માટે રસ્તા પર એકઠા થઇ ગયા હતા.

પાપારાઝી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ મીકાનો આ વિડીયો તેના એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે મીકાની કારની આસપાસ ઘણા લોકો એકઠા થયા છે. આ વિડીયોમાં મીકા સિંહ કહી રહ્યા છે કે, રાત્રે અમારી કાર બંધ પડી ગઈ હતી, પરંતુ મુંબઇમાં અડધી રાત્રે પણ અમારી કારની મદદ માટે લગભગ 200 લોકો આવીને ઉભા થઇ ગયા છે.

જુઓ મીકાનો વિડીયો:

ચાલો તમને જણાવી દઈએ કે, મીકા આ સમયે રાહુલ અને દિશાના લગ્નના સંગીતમાંથી પરત ફરી રહ્યા હતા. જ્યાં તેમની સાથે આ ઘટના બની હતી. જ્યારે સિંગર તેમની કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે કારમાં આકાંક્ષા પુરી પણ હાજર હતી. સિંગરે પણ સૌનો આભાર માન્યો હતો.

તમને જણાવી દઈએ કે મીકા મિત્ર રાહુલના લગ્નમાં ઘણો ડાન્સ કર્યો, ત્યાં સોન્ગ્સ પણ ગયા અને ખુબ મસ્તી કરી હતી. મીકા સાથે આ લગ્નમાં તેમના ભાઈ દલેર મહેંદીએ પણ પર્ફોમન્સ આપ્યું.

 

આ પણ વાંચો: The Kapil Sharma Show ના ફેન્સ માટે ખુબ મોટા સમાચાર: આ તારીખે શરુ થશે શો, કપિલે આપી હિન્ટ

Published On - 9:04 am, Mon, 19 July 21