ખૂબ જ પ્રતિભાશાળી અને અતુલ્ય સુંદરતાની મૂર્તિ સમાન દીપિકા પાદુકોણ (Deepika Padukone) આજે બોલિવૂડની (Bollywood) ટોચની અભિનેત્રીઓમાંની એક છે. 2007થી બોલિવૂડ કરિયર શરૂ કરનાર દીપિકા આજે એક વર્લ્ડ વાઈડ સ્ટાર બની ચુકી છે. હવે આ બોલિવૂડ દિવા સૌથી મોટી ફેશન ઇવેન્ટ મેટ ગાલા 2022માં (Met Gala 2022) પણ હાજરી આપવા જઈ રહી છે અને આ વખતે તે વિશ્વની સૌથી મોટી ફેશન બ્રાન્ડની ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બનીને રેડ કાર્પેટ પર પહોંચશે. દીપિકા ગઈ કાલે મુંબઈ એરપોર્ટ પર પોતાના કૂલ સ્વેગમાં જોવા મળી હતી. .
પિંકવિલાના અહેવાલ મુજબ, ડાયેટ સબ્યાએ માહિતી આપી છે કે, આ વખતે આગામી તા. 2 મેના રોજ યોજાનારા મેટ ગાલા 2022માં દીપિકા ‘લૂઈવિટન’ના પોશાકમાં તહેલકો મચાવવા માટે તૈયાર છે. મેટ ગાલા પાર તેના લેટેસ્ટ કલેક્શનને દર્શાવવા માટે દીપિકા પાદુકોણ લુઇ વિટન સાથે તેની શરૂઆત કરશે. જો કે, એપ્રિલના અંતમાં લુઇ વિટન તેણીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેરાત કરશે.
તાજેતરમાં, દીપિકા ટાઈમ મેગેઝીનની 100 ઈમ્પેક્ટ એવોર્ડ્સની શક્તિશાળી આઇકોન્સની યાદીમાં સામેલ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે, દીપિકા ટાઈમ મેગેઝિન દ્વારા સતત 2 વાર સન્માનિત થનાર પ્રથમ ભારતીય સેલિબ્રિટી બની છે. જ્યારે આ યાદીમાં વિશ્વભરના ઘણા વૈજ્ઞાનિકોથી લઈને સીઈઓ, કલાકારો અને કાર્યકર્તાઓ, પોપ સ્ટાર્સ અને રાજકારણીઓનો સમાવેશ થાય છે.
2019માં, દીપિકા પાદુકોણે ડિઝાઇનર ઝેક પોસનનો ગુલાબી કલરનો પ્રિન્ટેડ ગાઉન પહેર્યો હતો, જેમાં વિશિષ્ટ રીતે 3D પ્રિન્ટ એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. હાઈ પોની ટેઈલ હેરસ્ટાઇલ અને ડાર્ક બરગંડી લિપ્સમાં દીપિકા એકદમ ‘ઈન્ડિયન બાર્બી’ જેવી લાગી રહી હતી. તેના આ શાનદાર લુકને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રિયંકાનો તે વર્ષનો લુક ટ્રોલ્સના ગુસ્સાનો શિકાર બન્યો હતો. પ્રિયંકાના આ વિયર્ડ લુકે ઘણા ફેશન નિષ્ણાતોને પણ નિરાશ કર્યા હતા.
શું તમે એકવાર ફરીથી દીપિકા પાદુકોણને મેટ ગાલા ઇવેન્ટમાં જોવા માટે ઉત્સાહિત છો ?? નીચે અમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવશો ….
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો