બોલિવૂડમાં કમબેક કરવા માંગે છે Meenakshi Seshadri, કહ્યું હવે મારા બાળકો સેટલ થઈ ચુક્યા છે

બોલિવૂડની સૌથી લોકપ્રિય અને સુંદર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી (Meenakshi Seshadri) લાંબા અંતર પછી અભિનયની દુનિયામાં પરત ફરવા માંગે છે. મીનાક્ષી શેષાદ્રી હવે આવી સ્ક્રિપ્ટો અને ભૂમિકાઓની શોધમાં છે, જે તેમના અભિનયને ન્યાય આપી શકે છે.

બોલિવૂડમાં કમબેક કરવા માંગે છે Meenakshi Seshadri, કહ્યું હવે મારા બાળકો સેટલ થઈ ચુક્યા છે
Meenakshi Seshadri
| Edited By: | Updated on: Jun 21, 2021 | 4:03 PM

બોલિવૂડ(Bollywood)ની સૌથી લોકપ્રિય અને સુંદર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી (Meenakshi Seshadri) લાંબા અંતર પછી અભિનયની દુનિયામાં પરત ફરવા માંગે છે. જ્યારે તેઓ તેમની કારકીર્દિની ટોચ પર હતા, ત્યારે તેમણે લગ્ન કરી લીધા અને પતિ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા. આ વર્ષો દરમિયાન, તેમણે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે તેમના બાળકો સેટલ થઈ ગયા છે. મીનાક્ષી પુનરાગમન કરવા માંગે છે.

મીનાક્ષી શેષાદ્રી હવે આવી સ્ક્રિપ્ટો અને ભૂમિકાઓની શોધમાં છે, જે તેમના અભિનયને ન્યાય આપી શકે. તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં પોતાના અનુભવો અને યોજનાઓ અને પાછા આવવા અંગે એક મોટું ઇન્ટરવ્યુ આપ્યુ. આમાં ખાસ વાત એ છે કે મીનાક્ષી શેષાદ્રી બોલીવુડની ખૂબ જ સુંદર અભિનેત્રી હતી, પરંતુ તેમનો કોઈ બોયફ્રેન્ડ હતો નહી અને ન તો તેમના અફેરના સમાચારો કે અફવાઓ ઉડી.

અભિનેત્રી મીનાક્ષી સાવ જુદી હતી

મીનાક્ષી શેષાદ્રીને તે સમયે ‘આઇસ મેડેન’ કહેવામાં આવતા હતા. આઇસ મેડેનનો અર્થ ‘સુંદર પણ સૌથી અલગ સ્ત્રી થાય છે. તે ખરેખર બોલિવૂડની તમામ અભિનેત્રીઓથી અલગ હતી. ઇન્ટરવ્યૂમાં, તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ક્યારેય પરેશાન થતા હતા જ્યારે લોકો તેમને ‘આઇસ મેડેન’ કહીને બોલાવતા હતા. આ અંગે તેણે પ્રતિક્રિયા આપી છે.

પત્રકારે આપ્યું હતું નામ

મીનાક્ષી શેષાદ્રીએ કહ્યું, “એક પત્રકારે મને ‘આઇસ મેડેન’ નું બિરુદ આપ્યું. તે ત્યારે બન્યું જ્યારે હું ઉટીમાં ‘હિરો’ માટે શૂટિંગ કરી રહી હતી. આ અમારું પહેલું આઉટડોર શેડ્યુલ હતું, ખૂબ ઠંડી હતી અને મારે ‘નિંદિયા સે જાગી બહાર’ ગીત માટે શૂટીંગ કરવાનું હતું. કેટલાક શોટ માટે, મારે ઠંડા ઝરણા હેઠળ બેસવું પડ્યું, પરંતુ હું બીમાર હતી, તાવ હતો અને ગળામાં દુખાવો હતો. ”

બોયફ્રેન્ડ, લિંક-અપ અથવા અફેર નથી

મીનાક્ષી શેષાદ્રીએ વધુમાં કહ્યું, “મેં સુભાષ જીને વિનંતી કરી હતી કે આપણે શુટીંગ કરતા પહેલા થોડા દિવસો રાહ જોઈએ. આ દરમિયાન, પ્રેસ શૂટ કવર કરવા માટે આવ્યા હતા અને પ્રેસના એક સભ્યએ મને મારી માતાના ખોળામાં માથું રાખી સુતી જોઈ. હું એટલી માંદગી અનુભવી રહી હતી કે હું મારી માતાને મારી સાથે રાખવા માંગતી હતી. તેથી, તેમણે કહ્યું કે તે કોઈની સાથે વાત કરતી નથી, તેથી તે એક ‘આઇસ મેડેન’ છે. પાછળથી, મારા માટે આ નામનો ઉપયોગ ઘણી વખત કરવામાં આવ્યો કારણ કે મારી પાસે લિંક-અપ, બોયફ્રેન્ડ અથવા અફેયર્સ ન હતું. “

Published On - 4:03 pm, Mon, 21 June 21