
બોલીવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit) પોતાની ફેશન સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. તેણે હાલમાં જ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં માધુરી દીક્ષિત ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. તેણે પોતાના લુકથી ફરી લોકોનું દિલ જીતી લીધુ છે.

માધુરી આ ફોટોઝામાં ગ્રીન કલરના ડીપ નેકલાઇન ચોલીમાં જોવા મળી રહી છે. આ ચોલીમાં મેટાલિક સ્ટ્રક્ચર ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તે લાઇટવેટ અને સ્ટ્રેચેબલ કાપડમાંથી તૈયાર કરવામાં આવી છે. આ ચોલીને ફેમસ ફેશન ડિઝાઇનર અમિત અગ્રવાલે ડિઝાઇન કર્યુ છે અને તેની ઓફિશિયલ વેબસાઇટ પર તેની કિંમત 1,95,000 રૂપિયા છે.

અભિનેત્રીએ લહેંગા સાથે ડીપ નેકલાઇન બ્લાઉઝ કેરી કર્યુ છે જે તેના ઓવરઓલ લુકને બોલ્ડ કરે છે.

અભિનેત્રીએ આઉટફીટ સાથે કોઇ પણ પ્રકારના ભારી દાગીના નથી પહેર્યા. તેણે લુકને સિંપલ રાખતા ફક્ત કાનમાં બુટ્ટી પહેરી હતી.

વર્ક ફ્રંટની વાત કરીએ તો માધુરી દિક્ષીત હાલમાં ડાંસ દિવાને શોને જજ કરી રહી છે અને ટૂંક સમયમાં તે નેટફ્લિક્સની ફાઇડિંગ અનામિકાથી ડિજિટલ ડેબ્યૂ કરવા જઇ રહી છે.