Corona Updates : જન્મ દિવસ પહેલા જ દ્રષ્ટિ ધામીને થયો કોરોના, આ ફેમસ એક્ટર પણ થયા કોવિડ પોઝિટીવ

|

Jan 04, 2022 | 6:53 PM

ફરી એકવાર કોરોનાનો પડછાયો બોલીવુડ અને ટીવી કલાકારો પર છવાયેલો છે. આવી સ્થિતિમાં શૂટિંગ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Corona Updates : જન્મ દિવસ પહેલા જ દ્રષ્ટિ ધામીને થયો કોરોના, આ ફેમસ એક્ટર પણ થયા કોવિડ પોઝિટીવ
Madhubala actress Drashti Dhami tests positive for Covid-19

Follow us on

મનોરંજન ઉદ્યોગ (Entertainment Industry) ફરી એકવાર કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કરણ જોહર, એકતા કપૂર, અર્જુન બિજલાની જેવી ઘણી સેલિબ્રિટીને કોરોના થઈ ગયો છે. હવે ટીવીની મધુબાલા એટલે કે પ્રખ્યાત અભિનેત્રી દ્રષ્ટિ ધામીનો (Drashti Dhami) પણ કોરોના (Corona) ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં ઘરમાં ક્વોરેન્ટાઈન થયેલી દ્રષ્ટિએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે. હાલમાં જ તે રજાઓ ગાળવા દુબઈ આવી હતી.

દ્રષ્ટિએ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરમાં તેના રૂમની બારી દેખાઈ રહી છે. મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતી દૃષ્ટિ ધામી તેના રૂમની બારીમાંથી દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી જોઈ શકે છે. બારી પાસે એક ટેબલ મૂકવામાં આવ્યું છે જેના પર ઓક્સિમીટર, દવા, મ્યુઝિક સ્પીકર, સ્ક્રિપ્ટ, માર્કર અને ફૂલો દેખાય છે. ફોટો જોઈને એ પણ જાણી શકાય છે કે દ્રષ્ટિ તેના આઈપેડ પર પોતાની વેબસિરીઝ ‘ધ એમ્પાયર’ જોઈ રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તસવીરની સાથે દ્રષ્ટિ ધામીએ ઈન્સ્ટાગ્રામ પર કેપ્શનમાં લખ્યું છે કે આ ત્રીજી લહેરનો સામનો કરવા માટે મેં કેટલીક સારી વસ્તુઓનો આશરો લીધો છે. હું આ કમળને સૂંઘી શકું છું અને તે ચોકલેટનો આનંદ માણી શકું છું. આશીર્વાદ પર મને ભરોસો છે અને હવે હું ભોજનની મજા પણ માણી રહી છું. દૃષ્ટિની સાથે ડેલનાઝ ઈરાનીને પણ કોરોના થયો છે.

આ સિવાય શિલ્પા શિરોડકર, નકુલ મહેતા, પ્રેમ ચોપરા અને તેની પત્ની ઉમા ચોપરા, અભિનેતા જોન અબ્રાહમ, અર્જુન કપૂર અને અભિનેત્રી નોરા ફતેહી, મૃણાલ ઠાકુર, ફિલ્મ નિર્માતા રિયા કપૂર અને તેના પતિ અને દિગ્દર્શક કરણ બુલાની પણ પોઝિટીવ આવ્યા છે.

ટીવી એક્ટર અર્જુન બિજલાનીના ફેન્સ માટે એક સારા સમાચાર છે. અર્જુનનો માત્ર કોરોના ટેસ્ટ જ પોઝિટિવ આવ્યો ન હતો, પરંતુ તેનો ઓમિક્રોન ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો પરંતુ હવે તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. દેશભરમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. આ રોગચાળાને ધ્યાનમાં રાખીને, કોવિડ માર્ગદર્શિકા દરેક જગ્યાએ વધુ કડક બનાવવામાં આવી છે.

આ પણ વાંચો –

Film Liger : વિજય દેવરકોંડાની ફિલ્મ ‘લાઇગર’ના ટીઝરે તોડ્યા રેકોર્ડ, છેલ્લા 4 દિવસથી યૂટ્યુબ પર થઇ રહ્યુ છે ટ્રેન્ડ

આ પણ વાંચો –

તાપસી પન્નુએ વિક્રાંત મેસીને ‘હસીન દિલરૂબા’માં લીડ એક્ટર તરીકે પસંદ કરવામાં આવતા કરી હતી કમેન્ટ, હવે સ્પષ્ટતા આપતા કરી આ વાત

Next Article