
પાકિસ્તાની અભિનેત્રી એમન સલીમ અને અનુષ્કા શર્માની સુંદરતાની પણ તુલના કરવામાં આવે છે. આટલું જ નહીં, લોકો તેને હમશક્લ પણ કહે છે.

સોશિયલ મીડિયા પર બંને બાજુના લોકો ખૂબ જ અલગ રિએક્શન આપે છે. કેટલાક લોકો અનુષ્કાની તરફથી વાત કરે છે, જ્યારે કેટલાક લોકો એમનને સારી કહે છે.

તમને જણાવી દઈએ કે, એમન સલીમ પાકિસ્તાની ડ્રામા શ્રેણી 'ચૂપકે ચૂપકે' સાથે ચર્ચામાં આવી છે. જ્યાં તાજેતરમાં આ શો ભારતમાં ખૂબ જ ચર્ચિત થયો છે. જે બાદ લોકોએ તેને જોવાની શરૂઆત કરી અને હવે લોકો તેમને અનુષ્કા શર્માની હમશક્લ કહે છે.

પ્રખ્યાત અમેરિકન સિંગર જુલિયા માઇકલ્સને હંમેશાથી અનુષ્કાની હમશક્લ કહેવામાં આવી છે. જ્યારે અભિનેત્રીએ પોતે પણ આના પર પોતાની પ્રતિક્રિયા આપી ચુકી છે.

જુલિયા માઇકલ્સે ટ્વિટ કર્યું હતું કે, "હાય અનુષ્કા શર્મા, કદાચ આપણે જુડવા છીએ".

જુલિયાનું આ ટ્વીટ વાંચ્યા બાદ અભિનેત્રીએ પોતાનો જવાબ લખ્યો કે "ઓએમજી હા! ... હું આખી જીંદગી તને અને આપણી 5 હમશક્લોને શોધતી રહી."