આજે ગુજરાતનો 63મો સ્થાપના દિવસ છે. ગૌરવ દિવસની આજે ગુજરાત ભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના આ ગૌરવ દિવસ પર ગુજરાતી ગીત અમે ગુજરાતી લેરી લાલા જે કિંજલ દવેનું ખુબ જ લોકોપ્રિય થયેલું ગીત છે. જેના આજે અમે લિરિકસ્ લઈને આવ્યા છે. ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતની ગાથા સાંભળો કિંજલ દવેના ગીતમાં.
એ ગરવી ગુજરાતની આ ધરતી
જ્યાં પાક્યા રતન અણમોલ
આખી દુનિયામાં ગુજરાત મારું મોખરે
એ એના કહેવા મારે બે બોલ
હે કાચી કેરી ને અંગુર કાલા
હે કાચી કેરી ને અંગુર કાલા
કાચી કેરી ને અંગુર કાલા
અમે ગુજરાતી લેરી લાલા
હે કાચી કેરી ને અંગુર કાલા
કાચી કેરી ને અંગુર કાલા
અમે ગુજરાતી લેરી લાલા
એ ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી
ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી
ગુજરાતી ની બોલ બાલા
અમે લેરી લાલા…અમે લેરી લાલા..અમે લેરી લાલા..
હે કાચી કેરી ને અંગુર કાલા
હા અવકાશ ની પહેલી યાત્રા કરનારી
મારા મલક ની મારી ગુજરાતી
હા અખંડ ભારત ના ઘડવૈયા એવા
સરદાર પટેલ પણ મારા મારા ગુજરાતી
હે અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી
અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી
ગુજરાતી ની બોલ બાલા
અમે લેરી લાલા…અમે લેરી લાલા..અમે લેરી લાલા..
હે કાચી કેરી ને અંગુર કાલા
ચૌદ વરસની ચારણ કન્યા હાવજ ભગાડે એ મારી ગુજરાતી
હા મસ્તક પડે ને જેના ધડ લડે છે દાદા વચ્છરાજ પણ મારા ગુજરાતી
ભાથીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી
ભાથીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી
ગુજરાતી ની બોલ બાલા
અમે લેરી લાલા…અમે લેરી લાલા..અમે લેરી લાલા..
હે કાચી કેરી ને અંગુર કાલા
હા દિવાળીબેન ભીલ ને હેમુ ભાઈ ગઢવી
મારા પાટણ ના મણિરાજ ગુજરાતી
રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેર ચંદ મેઘાણી મારા મલક ના મારા ગુજરાતી
ગુજરાત ની આ ગાથા મનુંરબારી રે ગાતા
ગુજરાત ની આ ગાથા મનુંરબારી રે ગાતા
ગુજરાતી ની બોલ બાલા
અમે લેરી લાલા…અમે લેરી લાલા..
ગુજરાતી લાલા…અમે લેરી લાલા..
અમે લેરી લાલા…અમે લેરી લાલા..
ગુજરાતી લાલા…અમે લેરી લાલા..