સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી તૃષા ક્રુષ્ણન આ દિવસોમાં ચર્ચામાં છે. વાસ્તવમાં, ‘લિયો’માં નેગેટિવ રોલ પ્લે કરનાર મન્સૂર અલી ખાને પોતાની ફિલ્મની એક્ટ્રેસ તૃષા પર વિવાદીત નિવેદન આપ્યુ છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તૃષાએ આ બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
મન્સૂર અલી ખાને તૃષા કૃષ્ણન વિશે વાંધાજનક ટિપ્પણી કરી છે. હવે અભિનેત્રીએ આ નિવેદનને લઈને એક પોસ્ટ શેર કરીને મન્સૂર અલી ખાન પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. વીડિયો સામે આવ્યા બાદ અભિનેત્રીએ મૌન તોડ્યુ હતુ અભિનેત્રીએ આ અંગે કહ્યું હતું કે તે મન્સૂર અલી ખાન સાથે ક્યારેય કામ કરશે નહીં. જો કે, મન્સૂર અલી ખાને પણ ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાની ટિપ્પણી અંગે સ્પષ્ટતા આપી છે. જેના પર લોકો તેને સતત ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે.
વાસ્તવમાં, મન્સૂર અલી ખાન મોટા પડદા પર તૃષા કૃષ્ણન સાથે રેપ સીન કરવા જઈ રહ્યો હતો, જોકે વીડિયોમાં તે ખૂબ જ અભદ્ર અંદાજમાં આ કહેતો જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું કે તેણે ફિલ્મો માટે ઘણી અભિનેત્રીઓ સાથે બળાત્કારના દ્રશ્યો શૂટ કર્યા છે, આ પહેલીવાર નથી. જો કે અભિનેત્રીના આ નિવેદનનો જવાબ પણ સામે આવ્યો છે, જે બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં આ બાબતને લઈને હોબાળો મચી ગયો છે.
A recent video has come to my notice where Mr.Mansoor Ali Khan has spoken about me in a vile and disgusting manner.I strongly condemn this and find it sexist,disrespectful,misogynistic,repulsive and in bad taste.He can keep wishing but I am grateful never to have shared screen…
— Trish (@trishtrashers) November 18, 2023
વાયરલ થઈ રહેલા વીડિયોમાં મન્સૂર અલી ખાન કહેતા જોવા મળ્યા હતા કે, જ્યારે મને ખબર પડી કે આ સીન તૃષા કૃષ્ણન સાથે શૂટ કરવાનો છે, ત્યારથી મેં વિચાર્યું હતું કે બેડરૂમ સીન મળશે. આટલું જ નહીં, તે આગળ કહેતો જોવા મળ્યો કે, હું તેને બેડરૂમમાં લઈ જઈશ, જેમ કે મેં આ પહેલા ઘણી અભિનેત્રીઓ સાથે કર્યું છે. તેણે એમ પણ કહ્યું કે, મેં આ પહેલા પણ રેપ સીન કર્યા છે, તેમાં કંઈ નવું નથી, પરંતુ કાશ્મીર શેડ્યૂલમાં મને તૃષાને જોવા પણ દેવામાં આવી નહી.
ટ્વિટર પર પોસ્ટ શેર કરતા સાઉથ એક્ટ્રેસ તૃષા કૃષ્ણને લખ્યું કે, મેં એક વીડિયો જોયો છે જેમાં મન્સૂર અલી ખાને મારા વિશે અભદ્ર વાત કરી છે. અભિનેત્રીએ આગળ લખ્યું, હું તેની સખત નિંદા કરું છું અને તેને અપમાનજનક, મહિલા વિરોધી, ઘૃણાજનક અને ખરાબ માનું છું. તેણે કહ્યું હતુ કે તે આભારી છે કે મેં આવા નકામા વ્યક્તિ સાથે સ્ક્રીન શેર નથી કરી અને ભવિષ્યમાં પણ મારી ફિલ્મમાં ક્યારેય ન થાય તેનુ ધ્યાન રાખીશ.
Disheartened and enraged to hear the misogynistic comments made by Mr.Mansoor Ali Khan, given that we all worked in the same team. Respect for women, fellow artists and professionals should be a non-negotiable in any industry and I absolutely condemn this behaviour. https://t.co/PBlMzsoDZ3
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 18, 2023
આ બાદ હવે ‘લિયો’ના ડાયરેક્ટર લોકેશ કનાગરાજની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, હું આ પ્રકારની ટિપ્પણીઓ સાંભળીને નિરાશ અને ગુસ્સે છું, કારણ કે આપણે બધા એક જ ટીમમાં કામ કરીએ છીએ. મહિલાઓ અને સાથી કલાકારોના સન્માન સાથે ક્યાંય પણ બાંધછોડ થઈ શકે નહીં. ઉપરાંત, હું આ વર્તનની સંપૂર્ણ નિંદા કરું છું.
આ પણ વાંચો: સલમાન ખાન પર વર્લ્ડ કપનો ફિવર, બિગ બોસના ઘરમાં ક્રિકેટની પીચ બનાવી