ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું ગીત ‘મુંગડા’ પડયું ધમાલમાં, જાણો આ ગીત પર કેમ ભડકી લતા મંગેશકર

એકટર અજય દેવગણ હાલ તેની આવનારી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મ 22 ફેબ્રૃઆરીએ સિનેમાઘરોમાં રિલીજ થવાની છે. ફિલ્માના ટ્રેલરને લોકોએ ખુબ પસંદ કર્યું છે. ત્યારે થોડા દિવસ પહેલા ફિલ્મનું નવું ગીત ‘મુંગડા’ રીલીજ કરવામાં આવ્યું હતું. આ ગીતમાં અજય દેવગણ અને સોનાક્ષી સિંહા ડાન્સ કરતા નજરે પડે છે. આ ગીત 42 વર્ષ […]

ફિલ્મ ટોટલ ધમાલનું ગીત મુંગડા પડયું ધમાલમાં, જાણો આ ગીત પર કેમ ભડકી લતા મંગેશકર
| Edited By: | Updated on: Feb 09, 2019 | 2:22 PM

એકટર અજય દેવગણ હાલ તેની આવનારી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મ 22 ફેબ્રૃઆરીએ સિનેમાઘરોમાં રિલીજ થવાની છે.

ફિલ્માના ટ્રેલરને લોકોએ ખુબ પસંદ કર્યું છે. ત્યારે થોડા દિવસ પહેલા ફિલ્મનું નવું ગીત ‘મુંગડા’ રીલીજ કરવામાં આવ્યું હતું. આ ગીતમાં અજય દેવગણ અને સોનાક્ષી સિંહા ડાન્સ કરતા નજરે પડે છે. આ ગીત 42 વર્ષ પહેલા 1978માં આવેલ ફિલ્મ ‘ઈનકાર’નું સુપરહિટ ગીત ‘મુંગડા’ની રીમેક છે.

TV9 Gujarati

આ ગીતને દેખ્યા પછી લતા મંગેશકર ખુબ નારાજ છે. તેમના એક ઈન્ટરવ્યુમાં લતા મંગેશકરે આ ગીત પર તેમની નારાજગી વ્યકત કરી છે. તેમને કહ્યું કે ‘મુંગડા’ ગીતનું રીમેક વર્જન તેમને પસંદ નથી આવ્યું. અમારા સમયમાં ગીતો ખુબ વિચારીને બનાવવામાં આવતા હતા અને તેને ખુબ સંવેદનશીલ રીતે પ્રસ્તુત કરવામાં આવતા હતા. લતા મંગેશકરે જણાવ્યું કે આ ગીત માટે ફિલ્મમેકર્સે તેમની પાસેથી પરમિશન નથી લીધી.

લતા મંગેશકરની નારાજગી પછી ફિલ્મના ડાયરેકટર ઇન્દ્ર કુમારે જણાવ્યું કે જ્યારે રોહિત શેટ્ટીએ તેમની ફિલ્મ ‘ગોલમાલ અગેન’ માટે અમારૂં ગીત ‘નીંદ ચુરાઈ મેરી’નું રીમેક બનાવ્યું હતું ત્યારે તેમને પણ કોઈ પરમિશન નથી લીધી. ઇન્દ્ર કુમારે કહ્યું કે મ્યુઝીક કંપની પાસે બધા જ રાઈટસ હોય છે અને તે કંપનીના માલિકનો અધિકાર હોય છે કે તે શું કરવા માંગે છે.

[yop_poll id=1258]