Lara Dutta Net Worth: લાઈમલાઈટથી દૂર, છતાં કમાણી પર અસર નહીં, જાણો એક ફિલ્મના કેટલા કરોડ લે છે લારા

કેટલાક સમયથી લારા દત્તા ફિલ્મોમાં ઓછી જોવા મળતી હતી. જોકે તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે સંપર્કમાં હતી. હવે લારા ફિલ્મ બેલ બોટમમાં જોવા મળશે.

Lara Dutta Net Worth: લાઈમલાઈટથી દૂર, છતાં કમાણી પર અસર નહીં, જાણો એક ફિલ્મના કેટલા કરોડ લે છે લારા
Know how much the Lara Dutta charges for a movie
| Edited By: | Updated on: Aug 08, 2021 | 10:39 AM

લારા દત્તાએ (Lara Dutta) બોલીવુડમાં કારકિર્દી બનાવતા પહેલા મોડેલિંગથી શરૂઆત કરી હતી. 1997 માં, લારાને મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલનો (Miss Intercontinental) તાજ પહેરાવવામાં આવ્યો અને 2000 માં તે મિસ યુનિવર્સ (Miss Universe) બની. મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ લારાએ વર્ષ 2003 માં બોલિવૂડમાં પગ મૂક્યો હતો. લારાની પહેલી ફિલ્મ અંદાઝ (Andaaz) હતી જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. લારાએ પહેલી જ ફિલ્મથી ધમાલ મચાવી હતી. આ ફિલ્મ માટે લારાને બેસ્ટ ફિમેલ ડેબ્યૂ ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પછી લારાએ ‘મસ્તી’, ‘કાલ’, ‘નો એન્ટ્રી’, ‘ભાગમ ભાગ’, ‘પાર્ટનર’, ‘હાઉસફુલ’, ‘ડોન 2’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. માત્ર વ્યાવસાયિક ફિલ્મોમાં સફળતા જ નહીં, લારાને ‘ઝૂમ બરબાર ઝૂમ’, ‘બિલ્લુ’, ‘ચલો દિલ્હી’ અને ‘ડેવિડ’ જેવી ફિલ્મો માટે વિવેચકો તરફથી સારો પ્રતિસાદ પણ મળ્યો.

જોકે લારાએ લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ હજુ પણ અભિનેત્રીની નેટવર્થ ઘણી સારી છે. તે આજે પણ કરોડોની કમાણી કરે છે. લારા હવે બેલ બોટમમાં જોવા મળવા જઈ રહી છે.

જાણો કેટલી છે નેટ વર્થ

ખાનગી સમાચાર વેબ્સાઈટના અહેવાલ મુજબ, લારાની નેટવર્થ 8 મિલિયન છે અને તે એક ફિલ્મ માટે 2-3 કરોડ લે છે. ફિલ્મો ઉપરાંત લારા જાહેરાતો દ્વારા પણ તે સારી કમાણી કરે છે.

કાર

અન્ય વેબ્સાઈટના રિપોર્ટ અનુસાર, લારા પાસે ઓડી 8 L અને મર્સિડીઝ E ક્લાસ છે.

લારાની ફિલ્મો

લારા છેલ્લે 2018 ની ફિલ્મ વેલકમ ટુ ન્યૂયોર્કમાં જોવા મળી હતી. તે પછી તે ગયા વર્ષે સિરીઝ હન્ડ્રેડમાં જોવા મળી હતી જેમાં મરાઠી સુપરહિટ અભિનેત્રી રિંકુ રાજગુરુ તેની સાથે મુખ્ય ભૂમિકામાં હતી.

બેલ બોટમમાં સ્પ્લેશ પાત્ર

લારા હવે બેલ બોટમ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં લારાની સાથે અક્ષય કુમાર, હુમા કુરેશી અને વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. લારાએ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું. તાજેતરમાં બેલ બોટમનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને ઈન્દિરા ગાંધીના રોલમાં લારાને જોઈને ચાહકો ખૂબ પ્રભાવિત થયા છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે રિલીઝ થશે.

 

આ પણ વાંચો: OMG: અક્ષય કુમારે કપિલ શર્માના કર્યા ચરણ સ્પર્શ, જાણો શા માટે અભિનેતાએ લીધા આશીર્વાદ

આ પણ વાંચો: અફેરના સમાચારો વચ્ચે કિયારાને બાહુપાશમાં ઉપાડીને સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેર કર્યો વિડીયો, જુઓ રોમેન્ટિક Video