Kushi Film Review: વિજય દેવરાકોંડા અને સામંથાની લેટેસ્ટ ફિલ્મ Kushiએ લોકોના દિલ જીતી લીધા છે. આ એક મનમોહક રોમેન્ટિક ડ્રામા, તેલુગુ સિનેમા ક્ષેત્રની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. આ ‘કુશી’ ફિલ્મના દિગ્દર્શક શિવ નિર્વાણ આ વખતે એક એવા કપલની સ્ટોરી લાવ્યા છે કે જે એક કરુણ રોમેન્ટિક ડ્રામા તરીકે પ્રગટ થાય છે જે આંતર-જ્ઞાતિય લગ્નના પડકારોને જટીલ રીતે હાઈલાઈટ કરે છે.
Kushi નામની ફિલ્મ, શિવા નિર્વાણ દ્વારા કુશળતાપૂર્વક નિર્દેશિત કરવામાં આવી છે અને તે 1 સપ્ટેમ્બર, 2023 ના રોજ રિલીઝ થઈ છે. કુશી ફિલ્મમાં વિપ્લવ (વિજય દેવેરાકોંડા) જે કાશ્મીરમાં પોસ્ટિંગ ઈચ્છે છે. તેણે મણિરત્નમની કાલ્પનિક દુનિયામાં જીવવું છે. તેને બરફથી ઢંકાયેલા પહાડો, સુંદર જગ્યાઓ, એઆર રહેમાનનું સંગીત, રોમાન્સ જોઈએ છે અને તે ત્યાં પહોચી પણ જાય છે પણ અહીં વાસ્તવીકતા કઈક અલગ જ હોય છે જે બાદ તે સત્યનો સામનો કરે છે. એક દિવસ રસ્તામાં તે આરાધ્યા (સામંથા રૂથ પ્રભુ) ને મળે છે. વિપ્લવ તેને જોઈને પ્રેમમાં પડી જાય છે. આ એવી વસ્તુ છે જે આપણે પહેલા હજારો વખત જોઈ છે. વિપ્લવને એ વાતની કોઈ પરવા નથી કે તે છોકરી કોણ છે અને તે ક્યાંની છે, તેને બસ આશા છે કે તેનો પ્રેમ અને પીછો તેને એક દિવસ મનાવી લેશે અને આવું થાય પણ છે. પરંતુ અહીંથી જ વાર્તા બદલાય છે.
વિપ્લવના પિતા લેનિન સત્યમ (સચિન ખેડેકર) ખૂબ નાસ્તિક છે. જ્યારે આરાધ્યા રૂઢિચુસ્ત ચદારંગમ શ્રીનિવાસ રાવ (મુરલી શર્મા)ની પુત્રી છે, જે લેનિનના કટ્ટર દુશ્મન છે. હવે આ બન્ને એકબીજા પ્રેમમાં પડ્યા પછી માને છે કે તેમનો પ્રેમ કંઈપણ, તેમના અલગ-અલગ ઉછેર, એકબીજાના પ્રતિકૂળ પરિવારો અને હાર્ટબ્રેકને પણ દૂર કરી શકે છે. પરંતુ શું એકલો પ્રેમ સંબંધ ચલાવવા માટે પૂરતો છે?
(video credit: Saregama Music)
‘કુશી’ તેના મોટાભાગના ભાગોમાં ફીલ ગુડ પ્રકારની ફિલ્મ છે. હેશામ અબ્દુલ વહાબનું સંગીત પણ તેની આ લાગણીને જાળવી રાખે છે. પરંતુ તે બધા સિવાય, આ ક્યાંયથી ઓફબીટ લવ સ્ટોરી નથી. જોકે, વિજય દેવરકોંડા અને સામંથા રૂથ પ્રભુએ પોતાનું કામ સારી રીતે કર્યું છે. બંને વચ્ચેની કેમિસ્ટ્રી સહેલાઈથી સમજાય છે, તે દ્રશ્યોને પણ અસર કરે છે જ્યાં તેઓ એકબીજાને જોઈ શકતા નથી. વિજય દેવરકોંડાએ વિપ્લવના પાત્રમાં બાળક જેવી વ્યક્તિનો ઘણો આનંદ માણ્યો છે. જેમાં વિપ્લવ મજાકીયા સ્વભાવનો અને મોજીલો બતાવામાં આવ્યો છે જ્યારે સામંથા દરેક બાબતે ખુબ જ ગંભિર. આરાધ્યાના રોલમાં સામંથા એક એવી છોકરી છે જે ફક્ત ખુશ રહેવા માંગે છે. વિજય દેવરકોંડા એક્શન સીન્સની સાથે કોમેડીમાં પણ પોતાની છાપ છોડે છે.
આ ફિલ્મ ફેમિલી સાથે જોઈ શકાય તેવી ફિલ્મ છે બાળકોને કઈ ખાસ પસંદ નહી આવે તેમજ એક્શન ફિલ્મોના ચાહકોને આ ફિલ્મમાં વધુ રસ નહી પડે પણ લવ સ્ટોરી આ ફિલ્મની આત્મા છે જે ફિલ્મને વધુ ઈન્ટરેસ્ટિંગ બનાવે છે.
વિજય દેવરાકોંડા અને સામંથા રૂથ પ્રભુની ફિલ્મ કુશી 5 ભાષાઓમાં રિલીઝ થઈ છે. તમે કુશીને તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં જોઈ શકો છો. કુશી ફિલ્મ શિવ નિર્વાણના નિર્દેશનમાં બની હતી.આ સિનેમેટિક માસ્ટરપીસના નિર્માણ માટે લગભગ 40-50 કરોડ રૂપિયાનું નોંધપાત્ર બજેટ ફાળવવામાં આવ્યું છે.
Published On - 12:31 pm, Sun, 3 September 23