Azad Hind: કોણ હતા ગુજરાતી પરિવારમાંથી આવનાર દુર્ગાવતી દેવી? જેમના પર બનવા જઈ રહી છે ફિલ્મ

|

Aug 15, 2021 | 1:55 PM

દુર્ગાવતી દેવીનું સાચું નામ દુર્ગા દેવી વોહરા હતું. તે એક ગુજરાતી બ્રાહ્મણ પરિવારના હતા, પરંતુ તેમનો પરિવાર અલ્હાબાદમાં રહેતો હતો. જાણો કોણ છે આ દુર્ગાદેવી જેમના પર બની રહી છે ફિલ્મ.

Azad Hind: કોણ હતા ગુજરાતી પરિવારમાંથી આવનાર દુર્ગાવતી દેવી? જેમના પર બનવા જઈ રહી છે ફિલ્મ
Know who was durgawati devi aka durga bhabhi on whom producer Vishnu Vardhan Induri is going to make a film azad hind

Follow us on

75 માં સ્વતંત્રતા દિવસ (75th Independence Day) નિમિત્તે, રણવીર સિંહ (Ranveer Singh) સ્ટારર ’83’ અને કંગના રાણાવતની ફિલ્મ ‘થલાઇવી’ બનાવનાર નિર્માતા વિષ્ણુવર્ધન ઇન્દુરીએ (Vishnu Vardhan Induri) પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ વખતે વિષ્ણુ દેશભક્તિની ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘આઝાદ હિંદ’ (Azad Hind) છે અને આ ફિલ્મની વાર્તા ફ્રીડમ ફાઇટર વીરંગના દુર્ગાવતી દેવી પર આધારિત હશે. આ એ જ દુર્ગાવતી દેવી (Durgawati Devi) છે, જેમણે ચંદ્રશેખર આઝાદ અને શહીદ ભગત સિંહ સાથે મળીને બ્રિટિશ શાસનના પાયા હલાવી નાખ્યા હતા. આ એ જ દુર્ગાવતી છે, જેમને લોકો પ્રેમથી દુર્ગાભાભી કહેતા હતા.

સ્વાતંત્ર્ય સેનાની દુર્ગાવતી વિશે વાત કરતા પહેલા, ચાલો જાણીએ કે વિષ્ણુ વર્ધને પોતાના સત્તાવાર નિવેદનમાં ફિલ્મ વિશે શું જાહેરાત કરી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા વિષ્ણુએ લખ્યું – ભારતીય સ્વતંત્રતાનાં 75 માં વર્ષની ઉજવણી રૂપે, ’83’ અને ‘થલાઈવી’ના નિર્માતા વિષ્ણુવર્ધન ઈન્દુરીએ ભારતીય આઝાદીની લડતના નાયકોને શ્રદ્ધાંજલિ આપવા ‘આઝાદ હિન્દ’ નામની એક ફીચર ફિલ્મની ફ્રેન્ચાઇઝીની જાહેરાત કરી છે.

દુર્ગાભાભીની અનટોલ્ડ સ્ટોરી

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નિવેદનમાં આગળ લખ્યું છે કે, આઝાદ હિંદ ફ્રેન્ચાઇઝીની પ્રથમ ફિલ્મ દુર્ગાભાભી તરીકે જાણીતી વીરંગણા દુર્ગાવતી દેવીની અનકહી સ્ટોરીને જીવંત કરશે. તેઓ બ્રિટીશ રાજમાં લડ્યા અને ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રેરિત કર્યા. દુર્ગાવતીને બ્રિટિશ સિક્રેટ સર્વિસ બ્યુરો MI5 દ્વારા ‘ભારત કિ અગ્નિ’ પણ કહેવામાં આવતા હતા.

દુર્ગાવતી દેવી કોણ હતા?

દુર્ગાવતી દેવીનું સાચું નામ દુર્ગા દેવી વોહરા હતું. તેઓ એક ગુજરાતી બ્રાહ્મણ પરિવારના હતા. પરંતુ તેમનો પરિવાર અલ્હાબાદમાં રહેતો હતો. તે તેમના માતાપિતાનું એકમાત્ર સંતાન હતું. જ્યારે દુર્ગાવતી ખૂબ નાના હતા, ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું અને તે પછી તેમના પિતાએ સન્યાસ લઇ લીધો. દુર્ગાવતીનો ઉછેર તેમની માસીએ કર્યો હતો. તેઓએ પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને 11 વર્ષના હતા ત્યારે લગ્ન કર્યા હતા. દુર્ગામાં દેશભક્તિની પ્રેરણા તેમના પતિ ભગવંતી ચરણ વોહરા દ્વારા આવી, જેઓ ક્રાંતિકારી હતા.

જ્યારે ભગવંતી ચરણ લાહોરની નેશનલ કોલેજમાં ભણતા હતા ત્યારે તેમની મુલાકાત ભગતસિંહ સાથે થઈ. ભગતસિંહ વારંવાર ભગવંતી ચરણના ઘરે આવતા. ભગવંતી ચરણ કોલેજમાં હતા ત્યારે વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો અને પછી NJBS ના સભ્ય બન્યા. તેમના પતિ સાથે, ક્રાંતિકારી બનવાની ભાવના પણ દુર્ગાવતીમાં વિકસી હતી. 1925 માં, દુર્ગા દેવીએ એક પુત્ર, સચાનંદને જન્મ આપ્યો, પરંતુ બાળકના જન્મ પછી, તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. આ અભ્યાસ તેમને લગ્ન પછી શરૂ કર્યો હતો. તે જ સમયે જ્યારે ભગતસિંહે તેમના સાથીઓ સાથે મળીને એક બ્રિટિશ અધિકારીની હત્યા કરી હતી, ત્યારે દુર્ગા દેવીએ તેમને બ્રિટિશ સેનાથી બચવામાં મદદ કરી હતી.

 

આ પણ વાંચો: 21 વર્ષ બાદ ફિલ્મ હેરા ફેરીને લઈને વિવાદ, ફિરોઝ નડિયાદવાલાએ ડિરેક્ટર પ્રિયદર્શન પર લગાવ્યા ગંભીર આરોપો

આ પણ વાંચો: Indian Idol 12 Finale: ખુલશે સરપ્રાઈઝની પેટી, વિશાલ દદલાણીથી લઈને ભરતી-હર્ષ અને બોલીવૂડ સ્ટાર્સની એન્ટ્રી

Next Article