Taapsee Pannu Networth: કરોડોની સંપત્તિની માલિક છે તાપસી, જાણો કમાણી અને કાર કલેક્શન

|

Aug 01, 2021 | 11:09 AM

આજે તાપસી 34 વર્ષની થઈ ગઈ છે. તાપસી પન્નુ 01 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ મુકામ પર પહોંચવા અભિનેત્રીએ ઘણી મહેનત કરી છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને અભિનેત્રીની નેટવર્થ વિશે જણાવીશું.

Taapsee Pannu Networth: કરોડોની સંપત્તિની માલિક છે તાપસી, જાણો કમાણી અને કાર કલેક્શન
Know the networth of Taapsee Pannu

Follow us on

Taapsee Pannu Networth: સામાજિક પ્રશ્નો પર ફિલ્મો બનાવવામાં ફેમસ તાપસી પન્નુ (Taapsee Pannu ) તેના અભૂતપૂર્વ અભિનય માટે ફેન્સમાં જાણીતી છે. તાપસીએ તેની અત્યાર સુધીની કારકિર્દીમાં એકથી એક બેસ્ટ ફિલ્મમાં કામ કર્યું છે. વિવિધ પ્રકારના પ્લોટ પર ફિલ્મો રજૂ કરનાર તાપસી પન્નુનો આજે જન્મદિવસ છે. આજે એટલે કે 1 ઓગસ્ટના રોજ, તાપસીને 34 વર્ષની થઇ છે. સિનેમામાં સફળતાનો સ્વાદ ચાખનાર તાપસી પન્નુ આજે કરોડોની સંપત્તિની માલિક છે.

તાપસી પન્નુએ (Taapsee Pannu ) ચાહકોમાં ધીમે ધીમે એક ખાસ ઓળખ બનાવી રહી છે. આજે તાપસી પોતાના દમ પર એક સફળ અભિનેત્રી બની ગઈ છે. આજે આપણે તાપસી પન્નુની નેટવર્થ, લક્ઝરી કાર કલેક્શન વગેરે વિશે જણાવીશું.

તાપસીની નેટવર્થ

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

તાપસી સાઉથની ફિલ્મોમાં કામ કરતી હતી, પરંતુ આજે અભિનેત્રી હિન્દી સિનેમાનો ચમકતો ચહેરો છે. મીડિયાના અહેવાલો અનુસાર, તાપસી પન્નુની નેટવર્થ આશરે 6 મિલિયન ડોલર (લગભગ 44 કરોડ રૂપિયા) છે.

આટલું જ નહીં અભિનેત્રી દર મહિને આશરે 30 લાખ રૂપિયાની કમાણી છે. જ્યારે વાર્ષિક કમાણી પર નજર કરીએ તો અંદાજે 4 કરોડ જેટલી છે.

કમાણીનું માધ્યમ

તાપસી પાસે કમાણીના અલગ અલગ માધ્યમ છે. અભિનેત્રીઓ ફિલ્મોમાંથી ઘણી કમાણી કરે છે. આ સિવાય તે બ્રાન્ડ પ્રમોશનની મદદથી લાખો રૂપિયા કમાય છે. અહેવાલો અનુસાર, અભિનેત્રી દરેક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અભિનેત્રીએ સંપત્તિમાં પણ રોકાણ કર્યું છે.

તાપસી પન્નુની કાર

તાપસી પાસે કારનું સારું કલેક્શન પણ છે. અભિનેત્રી પાસે મર્સિડીઝ SUV છે, જેની કિંમત લગભગ 52 લાખ રૂપિયા છે, આ ઉપરાંત તાપસી પન્નુ પાસે બીએમડબલ્યુ 5, રેનો કંપનીની કાર પણ છે.

તાપસી પન્નુનું ઘર

તાપસી પન્નુ ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા તેના ઘરની ઝલક ચાહકોને આપતી રહે છે. મીડિયા અહેવાલો અનુસાર, તાપસીના મુંબઈમાં અંધેરીમાં ત્રણ ફ્લેટ છે, જેમાંથી અભિનેત્રી પોતે 3 BHK ફ્લેટમાં રહે છે.

 

આ પણ વાંચો: ગહના વશિષ્ઠે મુંબઈ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, ‘ધરપકડ ન કરવા માટે આટલા લાખ માંગ્યા હતા’

આ પણ વાંચો: Photos: ‘બેલ બોટમ’ની રિલીઝ પહેલા લારા દત્તાના ઘરે પાર્ટી, અક્ષય કુમાર અને હુમા કુરેશીનો જોવા મળ્યો સ્વેગ

Next Article