Happy Birthday: પંકજ ત્રિપાઠીની લવ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નહીં, દરેક મુશ્કેલીમાં ઢાલ બનીને રહી છે પત્ની

|

Sep 05, 2021 | 8:32 AM

પંકજ ત્રિપાઠી બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક છે. તેમણે પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર - ચડાવ જોયા છે અને દરેક સમય દરમિયાન તેની પત્ની હંમેશા તેમની સાથે રહી છે.

1 / 5
પંકજ અને મૃદુલા વર્ષ 1993 માં અભિનેતાની બહેનના લગ્નમાં મળ્યા હતા. અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મારી બહેનના લગ્ન થઈ રહ્યા હતા અને મેં મૃદુલાને બાલ્કનીમાં જોઈ અને વિચાર્યું કે હું આખી જિંદગી આ છોકરી સાથે વિતાવવા માંગુ છું. તે સમયે મને ખબર નહોતી કે તે કોણ છે, તેનું નામ શું છે.

2 / 5
પંકજ અને મૃદુલાએ 12 વર્ષના લાંબા સંબંધ બાદ વર્ષ 2004 માં લગ્ન કર્યા હતા. બંનેએ ઘણી મુશ્કેલીઓ બાદ લગ્ન કર્યા. અગાઉ બંનેના પરિવારો લગ્નના વિરોધમાં હતા.

3 / 5
તે સમયે પંકજે એરેન્જ્ડ મેરેજ અને દહેજ પર લેવાની ના કહી દીધી હતી. ત્યારે અભિનેતાના ગામમાં આવું પહેલીવાર બન્યું હતું. જ્યારે પંકજ મૃદુલાને મળ્યા ત્યારે તે કોલકાતામાં રહેતા હતા અને દિલ્હીમાં અભ્યાસ કરતો હતા. પંકજે કહ્યું હતું કે, તે સમયે ડેટિંગ સામાન્ય ન હતું અને મળવું પણ સરળ ન હતું. અમે પત્રો દ્વારા અમારા મનની વાતો શેર કરતા હતા. કે પછી 10 દિવસમાં એક વાર ફોન કોલ થતો હતો. અમે આ સમય રાત્રે 8 વાગ્યે નક્કી કર્યો હતો.

4 / 5
એટલું જ નહીં, પંકજના સંઘર્ષના સમયમાં પણ મૃદુલા તેની સાથે રહી છે. તેની કારકિર્દીના ઉતાર -ચઢાવમાં તેણે હંમેશા અભિનેતાને ટેકો રહ્યો છે.

5 / 5
પંકજ ત્રિપાઠીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વર્ષો સુધી પંકજ પાસે કામ ન હતું. અને આ સમયે તેની પત્નીએ જ ઘર ચલાવ્યું. એટલું જ નહીં પરંતુ પંકજ ત્રિપાઠીનો ખર્ચો પણ તેની પત્નીએ જ ઉઠાવ્યો હતો.

Next Photo Gallery